ભારતની અર્થવ્યવસ્થાને લઈ માઠા સમાચારઃ GDPમાં થઈ શકે છે મોટો ઘટાડો!

  • India
  • January 7, 2025
  • 3 Comments

ભારતીય અર્થવ્યવસ્થા માટે માઠા સમાચાર આવ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP) વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ હતી. આજે મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજો બહાર પાડતા, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય(NSO)એ જણાવ્યું હતું કે આ નાણાંકીય વર્ષમાં વાસ્તવિક GDP 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે GDP વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2 ટકા હતો.

આરબીઆઈ કરતા ઓછો અંદાજ

ચાલુ નાણાકીય વર્ષ માટે NSOનો GDP વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના અંદાજ કરતાં ઓછો છે. RBIએ નાણાંકીય વર્ષ 2024-25માં જીડીપી 6.6 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ કોરોના રોગચાળા પછીનો સૌથી ધીમો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર છે, જ્યારે વર્ષ 2020-21 દરમિયાન તે ઘટીને -5.8% થયો હતો. જો કે, તે પછી તે 2021-22માં 9.7 ટકા, 2022-23માં  7  ટકા અને નાણાંકીય વર્ષ 2023-24માં 8.2 ટકાના ઊંચા દરે વધ્યો હતો. નાણાંકીય વર્ષ 2024-25 માટે NSOનો 6.4 ટકા વૃદ્ધિનો અંદાજ RBIના અંદાજ કરતાં ઓછો છે. RBIએ ડિસેમ્બર 2024માં જાહેર કરેલા તેના અંદાજમાં કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં GDP 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ સિવાય NSOનો આ અંદાજ પણ નાણાં મંત્રાલયના અંદાજ કરતા ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 થી 7 ટકા જીડીપી વૃદ્ધિનો પ્રારંભિક અંદાજ આપ્યો હતો.

આ ક્ષેત્રોમાં વૃદ્ધિ ધીમી રહેવાની ધારણા છે

આગોતરા અંદાજનો ઉપયોગ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ થનારા કેન્દ્રીય બજેટની તૈયારીમાં કરવામાં આવશે. NSOએ 2024-25 માટેના પ્રથમ એડવાન્સ અંદાજમાં જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ પાછલા નાણાંકીય વર્ષમાં 9.9 ટકાથી ઘટીને 5.3 ટકા થઈ શકે છે. આ ઉપરાંત, વેપાર, હોટલ, પરિવહન અને સંદેશાવ્યવહાર સહિત સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ દર 5.8 ટકા રહેવાનો અંદાજ છે જે 2023-24માં 6.4 ટકા હતો. જો કે, કૃષિ ક્ષેત્રની કામગીરી અર્થતંત્રમાં રાહત લાવી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે 3.8 ટકા વૃદ્ધિ નોંધાવવાનો અંદાજ છે જે ગયા નાણાકીય વર્ષમાં 1.4 ટકા હતો.

અર્થતંત્રનું કદ 3.8 ટ્રિલિયન ડોલર

NSOએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક GDP  6.4 ટકા વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ 8.2 ટકા રહેવાનો અંદાજ છે. વર્તમાન ભાવે દેશની જીડીપી 2023-24માં 9.6 ટકાના દરે વધવાની ધારણા હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં 9.7 ટકાના દરે વધવાનો અંદાજ છે. ડેટા અનુસાર, વર્તમાન કિંમતો પર જીડીપી 2023-24માં રૂ. 295.36 લાખ કરોડથી વધીને 2024-25માં રૂ. 324.11 લાખ કરોડ થવાનો અંદાજ છે. વર્તમાન અંદાજ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનું કદ $3.8 ટ્રિલિયન છે.

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 3 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 8 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો