
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ખમણી જ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યુ છે. તે દરમિયાન ગત મોડી રાત્રે ડીસા પાસે બનાસ નદી માંથી અડધી રાત્રે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ગાંધીનગર ફ્લાઇગ સ્કોર્ડ અને બનાસકાંઠા ભુસ્તર વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. 22 ટમ્પર અને 1 હિટાચી મશીન જપ્ત કર્યું છે. સાથે જીલ્લામાંથી વૃક્ષ નિકંદનો પણ કાળો કારોબાર સામે આવ્યો છે. જેથી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
તપાસ ડીસા પાસે બનાસ નદીમાંથી મસમોટી ખનીજ ચોરી ઝડપાઈ છે. ગાંધીનગર ફ્લાઇગ સ્કોર્ડ અને બનાસકાંઠા ભુસ્તર વિભાગે ખનીજ ચોરી કરતાં 22 ડમ્પર અને 1 હિટાચી મશીન ઝડપી પાડ્યું છે. સાથે જ કરોડના ખનીજ સાથે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. મધરાત્રે ખાનગી વાહનમાં ઉતરેલી ભુસ્તરની ટીમે બનાસનદીમાં ઉતરી તપાસ કરતા રોયલ્ટી વાળા 22 ડમ્પર અને 1 હિટાચી મશીન મળી આવ્યું હતુ. હાલ આ મામલે ખનીજચોરો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.
લાકડાના નિકંદન સામે તવાઈ
તો બીજી બાજુ જીલ્લામાં લીલા લાકડાના નિકંદન સામે પ્રાંત અધિકારીની લાલ આંખ કરી છે. રોજે રોજ થતી લીલા લાલકડાની ચોરીનો પર્દાફાશ કર્યો છે. લીલા લાકડા ભરેલા 2 ટ્રેકટ્રર પ્રાંત અધિકારીએ ઝડપી પાડયા છે. ધાનેરામાં દરરોજ 50થી વધુ ટ્રેક્ટરો લીલા લાકડા ભરીને હેરાફેરી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. 40થી વધુ મિલોમાં લીલા લાકડાનો પહોચાડવાનો કાળો કારોબાર થતો હતો. જેને પ્રાંત અધિકારીએ ખુલ્લો પાડ્યો છે. ફોરેસ્ટ અધિકારીની રહેમ નજર હેઠળ વૃક્ષ નિકંદન થઈ રહ્યું હોવાના આક્ષેપ થયા છે.
આ સમાચાર પણ વાંચોઃ સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?