
- બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે પિતરાઇ ભાઇઓના મોત
બનાસકાંઠા: બનાસકાંઠાના દાંતીવાડા નજીક બે પિતરાઇ ભાઇઓ ટ્રેકટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બે પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. બે પિતરાઇ ભાઇઓ ટ્રેક્ટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતાં બંને પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો-અશ્લીલતાના વિવાદ: સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ્દ
પોલીસ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ માટે સી.સી.ટી.વી ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત ટ્રેલર ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. બંને વાહનોની ગતિ ધીમી હોવા અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, પોલીસને કાવતરાની આશંકા લાગી રહી છે.
પિતરાઈ ભાઈઓના મોતથી પરિવાર સહિત આખા ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો છે. મૃતકોના માં-બાપ અને ભાઈ-બહેન ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, માતા તો આઘાતના કારણે બેભાન થઈ ગયા હતા તો પિતાએ પણ સૂઝબૂઝ ગુમાવી બેસ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.