BANASKANTHA: વાવ પંથકમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 17 શખ્સો દ્વારા વિદેશી લોકો સાથે છેતરપીંડી, જાણો સમગ્ર કારસ્તાન!

  • Gujarat
  • February 1, 2025
  • 2 Comments

Banaskantha International Call Center News: વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું ઝડાપાયું છે. 17 શખ્સો દ્વારા છેલ્લા 6 મહિનાથી આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ભુજ સાયબર સેલે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે 1 ફરાર છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યાં કોલ સેન્ટર ચલાવાય છે તે મકાન વાવ પંથકના સરપંચ દિવાળીબેન સોઢાના પરિવારનું હોવાનું બહાર આવ્યુ છે.

મળતી માહિતી અનુસાર બનાસકાઠાંના વાવ તાલુકામાં આવેલા દીપાસરા ગામમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલ સેન્ટર 17 શખ્સો દ્વારા મકાન ભાડે રાખી ચલાવવામાં આવતું હતુ. જેની બાતમી ભુજ સાયબર સેલને મળતાં પોલીસે રેડ પાડી આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં બહાર આવ્યું હતુ કે પરપ્રાંતિયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું બનાવી વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતાં હતા. આ પ્રાંતીય યુવક-યુવતીઓ કોલ સેન્ટર પરથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી આચરતાં હતા. વિદેશી નાગરિકોની બેન્ક ખાતાની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જીસના નામે રુપિયા પડાવી લેતાં હતા. જે મકાનમાં કોલ સેન્ટર ચાલતું તે વર્તમાન સરપંચ દિવાળીબેન નાગજીજી સોઢાના પરિવારનું છે. જેમાં તેમના એક દીકરા તાલુકા ભાજપના હોદ્દેદાર પણ છે. સરપંચ પરિવાર ખેતરમાં રહે છે અને આ મકાન કોલ સેન્ટર સંચાલકોએ સોલારનું બહાનું ધરી ભાડે લીધું હતુ.

આ મકાનમાં સમગ્ર કારસ્તાન ચાલતું
આ મકાનમાં સમગ્ર કારસ્તાન ચાલતું

 

ભુજ સાયબર સેલે 25 લેપટોપ, 30 મોબાઈલ, 19 હેડફોન, 1 પ્રિન્ટર, 5 યુપીએસ, સહિતના મુદામાલ અને આરોપીઓના 20 પર્સનલ મોબાઈલ ,ટેબ્લેટ અને રોકડ રકમ સહિત 8,36,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યાં કોલ સેન્ટર ચાલતું હતું. પોલીસે 16 આરોપીઓની અટકાયત કરી કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. આ મામલે પોલીસે તપાસના ચક્રગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Budget 2025 Live Update: કેન્સરની દવાઓ સસ્તી થશે, છેલ્લા 4 વર્ષના IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકાશે

 

16 આરોપી પકડાયા, 1 વોન્ટેડ

1. અમીસ ધર્મેન્દ્ર પટેલ ઉ.વ-22 (રહે આઝાદપૂરા જી-લલીતપુર (ઉ.પ્ર.)
2. રોનકકુમાર સુનિલકુમાર મહીડા ઉવ.21(રહેગામ-અલારસા તા-બોરસદ જી- આણંદ)
3. લાલનુપૂઈ રૌફંઝુવા હૌહનાર ઉ.વ.25 (રહે-સ્વંગકવન, સૈરંગ રોડ એઝોલ મિઝોરમ)
4. નંદનદાસ રાજારામદાસ ઉ.વ.27 રહે-305 રવિન્દ્રસરની કોલકાતા
5. વાનલાલથજુયલ આર્કલલરકૂટ રાલટે ઉ.વ-21 રહે- ગામ-રામ્લન આઈઝોલ મિઝોરમ
6. આરોપી મેલોડી લાલમાંગીજુલાઈ ક્લાલડાવલંગકીમાં ઉ.વ-20 રહે.મિઝોરામ.
7. પ્રિન્સસાવ પવનસાવ ઉ.વ-25 રહે- 201 મહારીશી દેવેન્દ્રે રોડ કોલકત્તા
8. કુંદનકુમાર રાજારામ દાસ ઉ.વ-28 305 રવિન્દ્રસરની કોલકાતા
9. ઈપલો વિકૂટો ચોપી ઉ.વ-22 રહે- મ. ન.25 સાઉથ પોઈન્ટ ઈસ્ટ ઝૂન્હેબોટો નાગાલેડ
10 અંકુવ હકાવી યેપાઠોમીન ઉ.વ-23 રહે,દિમાપુર ટોળવી લેન્ડટુ જી-ઝૂનેબોટો નાગાલેન્ડ
11. જુલિએટ ઑ લાલદુશકી લાલીયુલીકાના ઉ.વ-23 રહ,,હલીમેન આઈઝવાલ, મીઝોરમ
12. આરોપી લોવીકા કવહા કિહો ઉ.વ-25 રહે- નાગાલેન્ડ
13. કનૈયાકુમાર બુરાન ઝા ઉવ.25 રહે.કલકતા
14. મીમી લાલરોતડીકી લાલલીનીયાના ઉવ.23 રહે.મીઝોરમ
15. ચિરાગ એહમતસિંહ રાવલ ઉવ.35 રહે. નિઝામપુરા
16. આરોપી વિશાલ બળવંત ઠાકુર ઉવ.28, હીમાચલપ્રદેશ

 પોલીસ પકડથી દૂર મુખ્ય આરોપી

17. સ્વપનીલ ઉર્ફે સેમ પટેલ રહે.અમદાવાદ

 

આ પણ વાંચોઃ DAHOD: મહિલા પર અત્યાચાર ગુજારનારઓનું રિકન્ટ્રક્શન, 4 મહિલા, 4 પુરુષ અને 4 બાળકો ઝડપાયા, 3 ફરાર

આ પણ વાંચોઃ  Budget 2025 Live Update: આવકવેરા અંગે સરકારનો મોટો નિર્ણય, સંસદમાં બજેટ રજૂ

  • Related Posts

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
    • October 27, 2025

    Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

    Continue reading
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
    • October 27, 2025

    Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 8 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 8 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 20 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 14 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 20 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા