
Bangladesh Airforce Plane Crash: બાંગ્લાદેશથી આ સમયના મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશ વાયુસેનાનું એક F7 તાલીમ વિમાન આજે બપોરે ઢાકામાં ક્રેશ થયું. આ દુર્ઘટના બાંગ્લાદેશના ઉત્તરા વિસ્તારમાં બની હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તેના ચોક્કસ આકડા સામેઆવ્યા નથી. હાલમાં, વિમાન ક્રેશ થવાને કારણે તેમાં આગ લાગી છે, જેને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે, જાનહાનિ વિશે હજુ સુધી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
સેનાનું વિમાન ક્રેશ શાળામાં ઘુસી ગયું
ફાઇટર પ્લેન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ, ફાયર વિભાગની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાંગ્લાદેશ આર્મીના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન બપોરે 1:30 વાગ્યે ઉત્તરા 17 સ્થિત માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન શાળાના મકાન સાથે અથડાયું હતું, જેના પછી તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ, નજીકમાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.
સ્કૂલ એન્ડ કોલેજ નજીક પડ્યું વિમાન
કહેવામાં આવી રહ્યું છે કે વાયુસેનાનું વિમાન માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ નજીક પડી ગયું છે. તે પડતાની સાથે જ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ અને વિમાન ભીષણ રીતે સળગવા લાગ્યું. અકસ્માત સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
बांग्लादेश में बड़ा हादसा-
बांग्लादेश में एयर फोर्स का विमान स्कूल पर गिरा। एक की मौत,कई घायल pic.twitter.com/ii4nTz36yC
— Narendra Nath Mishra (@iamnarendranath) July 21, 2025
ફાઇટર જેટ તાલીમ ઉડાન પર હતું
ફાયર બ્રિગેડના અધિકારી લીમા ખાને અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 4 ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન F-7 BGI સોમવારે બપોરે તાલીમ ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ઢાકાના ઉત્તરા વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. વિમાન પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. આગની ઉંચી જ્વાળાઓએ નજીકના વૃક્ષોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું.
અમદાવાદમાં થઈ હતી વિમાન દુર્ઘટના
આવી જ એક વિમાન દુર્ઘટના ગુજરાત જિલ્લાના અમદાવાદમાં થઈ હતી જેમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન જતી હતી, પરંતુ વિમાન એરપોર્ટ સીમા નજીક બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. વિમાન બિલ્ડિંગની છત પર પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન રાખ થઈ ગયું અને તેમાં સવાર 241 લોકો અને 12 ક્રૂ સભ્યોના મોત થયા.
આ અકસ્માતમાં 19 સામાન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યા. આ અકસ્માતે આખી દુનિયાને હચમચાવી દીધી છે. તેણે લોકોને એક એવો ઘા આપ્યો છે જે તેઓ ક્યારેય ભૂલી શકતા નથી. આ અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં વિમાન પડી રહ્યું હતું. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા સામાન્ય લોકોમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ પણ હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. AAIB એ અકસ્માતનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃ
Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ
Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો









