
Betul: મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. કોલસા ખાણના એક તબક્કાનો સ્લેબ તૂટી પડતાં ઘણા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા છે. જેમાંથી હાલ 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ખાણ ધસી પડવાની માહિતી મળ્યા બાદ SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત ટીમ ખાણમાં પ્રવેશી ગઈ છે અને દટાયેલા કામદારોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ( 6 માર્ચે) સાંજે પથાખેડા વિસ્તારમાં વેસ્ટર્ન કોલ ફિલ્ડ (WCL) ની કોલસા ખાણની 10 મીટર સુધી છત ધરાશાયી થઈ ગઈ હતી. છતરપુર-1 ખાણના મુખથી લગભગ 3.5 કિમી અંદર, કામદારો કોન્ટૂર માઇનોર સેક્શનમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી છે.
આ રીતે થયો ઘટી ઘટના?
ખાણની અંદર કોલસો કાપવા માટે કન્ટેનર માઇનર મશીન ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. અચાનક ખાણની છત કામદારો પર પડી ગઈ. હાલ 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જો કે મૃત્યુઆંક વધી શકે છે.
આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી વાનને એસટી બસે ટક્કર મારી, બાળકોના જીવ તાળવે ચોટ્યા!
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Anand: સમારખા ચોકડી પાસે 2 બસ, કાર, બાઈક સળગી ઉઠ્યા, ફાયર વિભાગ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!