UP Police Crime: નશામાં ધૂત 2 પોલીસકર્મી રાત્રે દંપતિના ઘરમાં ઘૂસ્યા, હાથ ભાગ્યા, તપાસના આદેશ

  • India
  • March 6, 2025
  • 0 Comments

UP Police Crime:  ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરમાં વૃધ્ધ દંપતિ પર નશામાં ધૂત બનેલા બે પોલીસકર્મીઓએ અડધી રાત્રે આવી માર માર્યો છે. હાલ વૃધ્ધ મહિલા અને પતિ સારવાર લઈ રહી છે. SPએ તપાસના આદેશ આપ્યા છે. આઝમગઢ જિલ્લાના અહીરોલા પોલીસ સ્ટેશન વિસ્તારના સોફીપુર ગામના રહેવાસી વાજિદની પત્ની કૌશરી નિશાનને પોલીસે એટલી હદે માર માર્યો કે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવી પડી છે.

પિડિત મહિલાએ જણાવ્યું કે 1 માર્ચની રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે  અહિરૌલા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ પરિક્ષિત દુબે અને સૌરભ રાય બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યારે વૃધ્ધ મહિલાએ પૂછ્યું કે તેઓ મોડી રાત્રે ઘરમાં કેમ ઘૂસી રહ્યા છે?, ત્યારે પોલીસકર્મીએ અચનાક જ વૃધ્ધ મહિલાને માર મારવા લાગ્યા હતા. મહિલાને એટલી ગંભીર રીતે માર માર્યો છે કે શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. વૃધ્ધ મહિલા હાથ ભાગી ગયો છે. તેનો  પતિ વાજિદ વચ્ચે પડતાં તેને પણ એટલો માર માર્યો કે તેનો પણ હાથ ભાગી ગયો છે.

આટ આટલો જુલમ ગુજાર્યા બાદ પોલીસકર્મીઓએ દંપતિ પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું હતુ અને જ્યારે તેણે પૈસા આપવાની ના પાડી તો  પોલીસકર્મીએ જુલમ ગુજાર્યો હતો. આ મામલે દંપતિએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બંને પોલીસકર્મી નશામાં હતા

દંપતિએ  આરોપ લગાવ્યો કે બંને પોલીસકર્મી, પરિક્ષિત દુબે અને સૌરભ રાય, નશામાં હતા. તે એકાએક ઘરની અંદર ઘૂસી ગયા હતા. અને ઘરની અન્ય મહિલાઓની પણ છેડતી કરી હોવાના આરોપ લગાવ્યા છે. જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે તેમને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. પિડિત પરિવારે અધિક્ષક પાસે માંગણી કરી છે કે બંને પોલીસકર્મીઓને પદ પરથી દૂર કરવામાં આવે. સાથે સાથે તેમની વિરુધ્ધ કડકમાં કડક પગલા ભરી અમને ન્યાય આપો.

આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી વાનને એસટી બસે ટક્કર મારી, બાળકોના જીવ તાળવે ચોટ્યા!

આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

આ પણ વાંચોઃ Anand: સમારખા ચોકડી પાસે 2 બસ, કાર, બાઈક સળગી ઉઠ્યા, ફાયર વિભાગ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!

  • Related Posts

    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
    • June 25, 2026

    Muzaffarnagar Bonded Labor: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી સામે આવેલી બંધુઆ મજૂરીની ઘટનાએ એક એવા કાળા સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે ૨૧મી સદીના સભ્ય સમાજ માટે શરમજનક છે. તિતાવી પોલીસ…

    Continue reading
    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’
    • June 25, 2026

    Passport Citizenship Controversy: ભારતનું પાસપોર્ટ ધારક હોવું એટલે કે તમે ગૌરવ સાથે કહી શકો કે તમે ભારતીય નાગરિક છો. પરંતુ, શું આ દસ્તાવેજ ખરેખર તમારી નાગરિકતાની કાયમી અને અંતિમ ગેરંટી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    • June 25, 2026
    • 4 views
    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    • June 25, 2026
    • 6 views
    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    • June 25, 2026
    • 9 views
    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    • June 25, 2026
    • 8 views
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    • June 25, 2026
    • 10 views
    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

    • June 25, 2026
    • 10 views
    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની