
સરીસૃપો જીવો રહેણાંક વિસ્તાર અને આવારુ જગ્યાએ આવી ચઢતા હોવાના અનેકવાર બનાવો બને છે. જો કે અચરજની વાત એ છે કે ગઈ રાત્રે પોલીસવડાની કારમાંથી સાપ નીકળ્યો છે. ભરૂચમાં જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની કારમાંથી સાપ નીકળતા ભાગદોડ મચી ગઈ હતી.
પાર્ક કરેલી કારમાં ઘસી ગયો સાપ
એસ.પી. ઓફિસના પાર્કિંગમાં તેઓની કાર પાર્ક કરી હતી, તે વખતે કારમાં સાપ કારમાં ઘૂસી ગયો હતો. જેની જાણ ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રીને કરાઈ હતી. જેથી તેઓએ ટીમ સાથે તાત્કાલિક એસપી કચેરી પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ કારમાંથી ત્રણ ફૂટ લાંબા બિન ઝેરી સાપનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.







