
Bharuch News: ભરુચમાં યોજાયેલા એક લગ્નમાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન બેન્ડવાજા વગાડવાની બાબતને લઈ મારામારીની ઘટના બનતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાથી લગ્નમાં મોટો ખલેલ પડ્યો હતો. પરિવારે રુપિયા ખર્ચીને દિકરાને ઘોડે ચઢાવ્યો હતો. જો કે લગ્નમાં આવેલા મારામારી કરતાં ઘટનાસ્થળે પોલીસને પણ પહોંચવું પડ્યું હતુ. હાલ સ્થિતિ કાબૂમાં આવી છે.
જાણકારી અનુસાર ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગ હતો. વરરાજા પરણવા પહોંચ્યા હતા. તે દરમિયાન જાનૈયાઓ વરઘોડામાં નાચીને લગ્નની ઉજવણી કરી રહ્યાં હતા. ત્યારે વરઘોડામાં વાગતાં બેન્ડના અવાજથી ગામમાં એક વ્યક્તિના ઘરે બાંધેલી ભેંસ અચાનક ભડકી ગઈ હતી. જેથી, ત્યાંના લોકોએ બેન્ડનો અવાજ ધીમો કરવાનું કહેતાં મામલો ગરમાઈ અને મારામારી થઈ હતી. બંને પક્ષો દ્વારા મારામારી કરવામાં આવી અને લગ્ન પડતાં રહી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામી નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash
આ પણ વાંચોઃ હવે ગુજરાતીઓ ધગધગતી ગરમી સહન કરવા તૈયાર રહેજો, પડશે ભયંકર ગરમી!, અમદાવાદમાં કેટલો પારો?
આ પણ વાંચો: Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ