
Bhavnagar: ભાવનગર જિલ્લામાં તાજેતરના સમયમાં ગુનાખોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી વડે હુમલો થયો, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાએ પટેલ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. આ ઉપરાંત, ભાવનગરમાં અન્ય ગુનાઓ જેવા કે મારામારી, તોડફોડ, અને ધાર્મિક સ્થળો પર હુમલા જેવા બનાવો પણ નોંધાયા છે, જે શહેરની શાંતિને ખલેલ પહોંચાડે છે.
નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં ગઈકાલે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં વૃદ્ધ પર હુમલો થતો જોવા મળે છે. ઘટનાનું કારણ ગામની મુખ્ય નદીમાંથી માટી ભરવાને લઈને થયેલો ઝઘડો હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન માથાભારે ઈસમોએ અરજણભાઈ સાથે ઝઘડો કર્યો, ગાળો આપી અને તેમનું અપમાન કરીને ઢોર માર માર્યો.
પટેલ સમાજમાં ભારે રોષ
આ ઘટના અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં નાથાભાઈ ઉલવા અને રાજુભાઈ ઉલવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા રાજુભાઈ ઉલવાની ધરપકડ કરી છે. આ ઘટનાએ પટેલ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. સમાજના આગેવાનો આજે સુરતથી મોટી સંખ્યામાં કાળા તળાવ ગામ પહોંચી રહ્યા છે અને સાંજે ગામમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાજના આગેવાનોએ કરી ન્યાયની માંગ
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસે સ્થિતિને કાબૂમાં રાખવા માટે યોગ્ય પગલાં લીધા હોવાનું જણાવ્યું છે. સમાજના આગેવાનોએ આ બનાવની કડક નિંદા કરી છે અને ન્યાયની માંગ કરી છે.
દારૂ પીવાના રૂ.50 ન આપતાં વૃદ્ધની હત્યા
તાજેતરમાં ભાવનગરમાં કરચલીયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે યુવકને દારૂ પીવાના 50 રૂપિયા ન આપતા યુવકને વૃદ્ધને માથાના ભાગે સિમેન્ટના બ્લોકના બે ઘા માર્યા હતાં આ ઘટનામાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
ભાવનગરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ભાવનગરની મુલાકાત લીધી હતી. જોકે, સંઘવીની મુલાકાત બાદ પણ ગુનાઓ ચાલુ રહ્યા હોવાનું જોવા મળે છે, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગુનાખોરી વધવાના કારણોમાં સામાજિક તણાવ, આર્થિક અસમાનતા, અને કાયદા-વ્યવસ્થાની ઢીલી અમલદારીનો સમાવેશ થઈ શકે છે. ખાસ કરીને, ધાર્મિક સ્થળો પર હુમલા અને સામાજિક સંઘર્ષો શહેરની શાંતિને ખોરવે છે. સિહોરમાં જૈન દેરાસર પર પથ્થરમારો અને રૂવાપરી વિસ્તારમાં તોડફોડ જેવી ઘટનાઓએ પણ સ્થાનિક વાતાવરણને ગરમાવ્યું છે.
પોલીસની કામગીરીથી લોકોમાં નિરાશા
સ્થાનિક પોલીસે ગુનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ લોકોનો આક્ષેપ છે કે પોલીસની કામગીરીમાં ઢીલાશ જોવા મળે છે. ગૃહમંત્રીની મુલાકાત બાદ પણ ઝડપી કાર્યવાહીના અભાવે લોકોમાં અસંતોષ વધ્યો છે. આવી સ્થિતિમાં, ભાવનગરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વધુ અસરકારક પગલાં અને સમાજના તમામ વર્ગોના સહયોગની જરૂર છે.
અહેવાલ: નીતિન ગોહેલ
આ પણ વાંચો:
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?