
Bhavnagar: ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલી ફાતિમા કોન્વેન્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 26 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે રિસેસ દરમિયાન એક ગંભીર ઘટના બની.જેમાં ધોરણ 9ના ‘C’ વિભાગમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થીને છરી બતાવી ધમકાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાએ સ્કૂલના વાતાવરણમાં ભયનો માહોલ સર્જ્યો હતો.
વિદ્યાર્થીએ સ્કૂલના પ્રિન્સિપાલને કરી જાણ
જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓ વચ્ચે મજાક-મસ્તી દરમિયાન વિવાદ થયો, જેમાં એક વિધર્મી વિદ્યાર્થીએ છરી કાઢીને બીજા વિદ્યાર્થીને ધમકી આપી. પીડિત વિદ્યાર્થીએ તાત્કાલિક સ્કૂલના પ્રિન્સિપાલને આ ઘટનાની જાણ કરી. સ્કૂલ પ્રશાસને મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી.
પોલીસે હાથ ધરી તપાસ
પીડિત વિદ્યાર્થીના પિતા અલ્પેશભાઈ મકવાણાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ પીડિતના માતા-પિતાને થાણે બોલાવી તપાસ શરૂ કરી છે. સ્કૂલના CCTV ફૂટેજ અને વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા
આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી ઘટના બાદ આવી બીજી ઘટનાએ શિક્ષણ સંસ્થાઓની જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
અહેવાલ: નિતીન ગોહેલ
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73