
Bhavnagar: ગુરુ પ્રત્યેનો ઋણ અદા કરવાનો દિવસ એટલે કે ગુરુપૂર્ણિમા, ત્યારે હજારો લોકોના ગુરુ એવા બજરંગદાસ બાપાના શરણોમાં શિશ નમાવવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. આજે બગદાણા ધામ ખાતે માનવ મહેરામણ પડ્યું છે ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુરુપૂર્ણિમાને લઈ બગદાણામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું
મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના બગદાણા ખાતે આજે ગુરુપુર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પરમ પૂજ્ય સંત બજરંગદાસબાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગતરાત્રીથી જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા આવી પહોચ્યા હતા. અને ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્ય તેમજ અન્ય રાજ્યોના લાખો ભક્તજનો ગુરુમહારાજના ચરણોમાં મસ્તક નમાવવા ઉમટી પડ્યા છે.
Bhavnagar: ગુરુ પૂર્ણિમાને લઈ બગદાણામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું#GuruPurnima #gurupurnima2025 #Bagdana #Bhavnagar #gujarat #thegujaratreport pic.twitter.com/WPjWN5fODt
— The Gujarat Report (@TGujarat_Report) July 10, 2025
ભાવિકો રાત્રીના જ બગદાણા મંદિર પરિસરમાં આવી ગયા
ગુરુપૂર્ણિમાના દિવસે અહી પાવન પરિસરમાં સવારના 5 કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરુ થયા હતા. સવારની 5 વાગ્યાની આરતીનું અહી ખુબ જ ધાર્મિક મહત્વ છે આ સવારની આરતીનો લહાવો લેવા માટે ભાવિકો રાત્રીના જ બગદાણા મંદિર પરિસરમાં આવી ગયા હતા. સવારની આરતી બાદ ધ્વજા પૂજન અને સવારની આરતી ત્યાર બાદ ગુરુમહીમાં પૂજન કરવામાં આવશે. ત્યારે આજે બગદાણા ધામે ગુરુ હરિના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ગુરુપૂણમા મહોત્સવ ધામધૂમથી ઉજવણી
બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ, બગડનદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ પાંચ ‘બ’ના શુભ સમન્વય વાળા પાવન ગામ બગદાણા ખાતે આજે ગુરુપૂણમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બગદાણા ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલી આવતી ઉજવળ પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હજારો ભાવિક ભક્તજનો સામેલ થયા છે.આ ગુરુપૂણમા મહોત્સવના બગદાણા ખાતે ઉજવવામાં આવનાર કાર્યક્રમોમાં આજે વહેલી સવારે સવારે 5 કલાકે મંગળા આરતી કરવામાં આવી ત્યાર બાદ, ધ્વજા પૂજન સવારે 7 થી 8 કલાક સુધી, ધ્વજારોહણ સવારે 8 થી 8 . 30 કલાક સુધી, ગુરુ પૂજન સવારે 8.30 થી 9. 30 કલાક સુધી, રાજભોગ આરતી સવારે 9. 30 થી 10 કલાક સુધી જ્યારે ભોજન પ્રસાદ વિતરણ સવારના 10 કલાકથી અવિરત પણે શરૂ રહેશે.

વ્યવસ્થા અને તૈયારી
આ ગુરુપૂણમા મહોત્સવમાં બે દિવસ દરમિયાન એક લાખથી પણ વધારે ભાવિક આવ્યા હોય તેમની વ્યવસ્થા અને તૈયારી માટે અહીં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં 300 ગામોના સ્વયંસેવકોના છેલ્લા ત્રણ દિવસથી અહીંયા સેવા બજાવી રહ્યા છે. ગુરુપૂર્ણિમાને લઈ બગદાણા ધામમાં ભાવિકો ની ભારે ભીડ જોવા મળી. બે દિવસમાં એક લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ આવ્યા તેને લઈ ભોજનપ્રસાદ વ્યવસ્થા ગોઠવાઈ જેમાં મોટા પ્રમાણ આજનાં દિવસે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી જેમાં 500 મણ લાડવા, 200 મણ ગાંઠિયા, 500 મણ શાક સહિતની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ભાવિ ભક્તો માટે જિલ્લાનાં વિવિધ મંડળનાં 7 હજાર કરતા વધારે સ્વયંસેવકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.
ભોજનાલયમાં ખાસ વ્યવસ્થા
બગદાણામાં ભોજનાલયમાં શાક અને દાળ બનાવવાની વ્યવસ્થા ઉભી કરાઈ હતી તેમજ ટ્રેકટર દ્વારા રસોડા વિભાગમાં માલસામાન અને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ હોય કે એક લાખ વ્યક્તિ હોય બગદાણા ધામમાં તમામ લોકોને પંગત ઉપર બેસાડી જમાડવામાં આવે છે.
અહેવાલ : નીતિન ગોહેલ






