
Bhavnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં રહ્યા છે. તેઓ જવાહર મેદાન ખાતે જાહેર સભા અને રોડ-શોમાં ભાગ લઈને 100 કરોડથી વધુ કિંમતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જોકે, આ પ્રવાસ વચ્ચે મોદીના 16 વર્ષના ગુજરાત શાસનમાં 10 મુખ્ય વચનોની નિષ્ફળતા અને 2009માં ભાવનગર માટે જાહેર કરેલા પ્રોજેક્ટ્સના અધૂરા રહેલા પ્રયાસોની ચર્ચા તીવ્ર બની છે.
મોદીએ 16 વર્ષ પહેલા આપેલા વચનો હજુ પણ અધૂરા
ભાજપ દાવો કરે છે કે મોદીનું શાસન વિકાસને વેગ આપે છે, જ્યારે આ જમીની વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ છે. આ પ્રવાસથી ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ શકે છે. 2009માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ભાવનગરમાં SAUNI યોજના જેવા પ્રોજેક્ટ્સની ઘોષણા કરી હતી, પરંતુ આમાંથી અનેક અધૂરા રહ્યા, જેમાં સિંચાઈ અને શહેરી વિકાસના વચનોનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં આવીને 10 વચનો આપ્યા હતા
2009માં એન્જીનીયરિંગ કોલેજના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ભાવનગર,ધોલેરા, અને કલ્પરની કેટલીક દરખાસ્તો હતી તેની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ ભવનગરમાં આવીને 10 વચનો આપ્યા હતા. આશું વચનો છે તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું.
મુખ્ય વચનો
ખંભાતના અખાતમાં ઓઈલનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની જે જાહેરાત કરી હતી તેમાં ભાવનગરમાં 100 કરોડના ખર્ચે બંદર બનાવવાની વાત કરી હતી. તે આજ સુધી બન્યું નથી.
મહુવા પોર્ટની કાયાલપટ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
મહુવામા સાડા 400 રુપિયાના ખર્ચે શીપબિલ્ડિંગ યાર્ડ બનાવવાનું હતું. તે હજું નથી બન્યું ઉપરથી જે બનતું હતું પણ બંધ થઈ ગયું.
બંદરો અને તેને અનુસાંગિક સેવાઓ ઉભી કરવા માટે તેના 270 કરોડ રુપિયા
5800 કરોડ રુપિયા ભાવનગર જિલ્લામાં ખર્ચવાની વાત કરી હતી.
સાગર ખેડૂ વિકાસ પેકેજ અંતર્ગત 12 હજાર કરોડ કરતા વધારેના રોકાણથી 20 નવા પ્રોજેક્ટો આવવાના હતા.
ભાવનગરના બાકી રહેતા ગામોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 27 કરોડ લગાવીને પાણી પહોંચાડવાની યોજનાની જાહેરાત કરી હતી.
25 નવી આધુનિક શાળાઓ શરુ કરવાની જાહેરાત કરી હતી.
પોણા બે કરોડના ખર્ચે નવો પુલ બાંધવાની જાહેરાત કરી હતી જે થયો છે.
શેત્રુજ્ય સિંચાઈ યોજનામાં દ્વારા શેત્રુજ્ય બંધમાંથી પાણી ભાવનગર શહેરને આપવા માટે ખેડૂતોનું પાણી છીનવી લેવા માટે જે પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
ધોલેરાથી મેટ્રો ટ્રેન સુધીનું કામ પણ કરાશે ત્યારે ધોલેરા સુધી મેટ્રો ટ્રેન ક્યારે પહોંચશે ?
આમ 2009માં ભાવનગરના એન્જીનીયરિંગ કોલેજ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના વચનો હજુ પણ અધુરા છે તેના માટે જે રુપિયાની જાહેરાત કરી હતી તે ક્યાં ગયા?
આ પણ વાંચો:
patan: વાત કરવા બાબતે ચાર માસથી હેરાનગતિ, કંટાળેલી વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું
iPhone 17: ભારતમાં આજથી iPhone 17 નું વેચાણ શરૂ, દિલ્હી અને મુંબઈમાં Apple સ્ટોર્સની બહાર ભીડ ઉમટી
Gujarat Weather News: નવરાત્રી પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન, આ વિસ્તારોમાં મેઘરાજા કરશે જમાવટ
Vadodara: લો બોલો ! ઓછી પાણીપુરી મળતા મહિલાએ કર્યું એવું કે, અંતે પોલીસ બોલાવવી પડી
Russia Earthquake: રશિયામાં ફરી ભૂકંપના આંચકા, 7.8 ની નોંધાઈ તીવ્રતા
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF










