
Bhavnagar: અત્યારે ભાજપમાં નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યારે પણ દેશના વડાપ્રધાન કે, મુખ્યમંત્રી કોઈ જગ્યાએ જવાના હોય તો તે પહેલા જે લોકો વિરોધ કરી શકે એવા હોય તો તેમને નજર કેદ કરવામાં આવે છે કે, પછી તેમની અટકાયત કરવામા આવે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા છે જેથી ગત રાત્રીથી કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસ કર્યું “લોલીપોપ વિરોધ પ્રદર્શન”
આ મામલે ગુજરાત કોંગ્રેસે અને આપ પાર્ટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે તેમને જણાવ્યું છે કે, ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે અડધી રાત્રે જ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિત અનેક આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ અટકાયતો છતાં કોંગ્રેસ કાર્યકરોના જુસ્સા અને જોમમાં કોઈ ઘટાડો આવ્યો નથી.
ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન સમયે અડધી રાત્રે જ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિત અનેક આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ અટકાયતો છતાં કોંગ્રેસ કાર્યકરોના જુસ્સા અને જોમમાં કોઈ ઘટાડો આવ્યો નથી.
કોંગ્રેસ કાર્યકરોએ મોદીજીને તેમના પોતાના જ શબ્દો યાદ અપાવતા… pic.twitter.com/iVggNj6wxz
— Gujarat Congress (@INCGujarat) September 20, 2025
કોંગ્રેસ કાર્યકરોએ મોદી પર કર્યા પ્રહારો
વધુમાં તેમણે આ મામલે મોદી પર પ્રહારો કરતા કહ્યું કે,કોંગ્રેસ કાર્યકરોએ મોદીજીને તેમના પોતાના જ શબ્દો યાદ અપાવતા “લોલીપોપ વિરોધ પ્રદર્શન” કર્યું. કારણ કે અગાઉ મોદીજી ભાવનગર આવી અનેક વિકાસના વાયદા કરી ચૂક્યા છે આલ્કોક એશ ડાઉન, અલંગ શિપબ્રેકિંગ યાર્ડનો વિકાસ, શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક જેવા અનેક પ્રોજેક્ટની વાત કરી હતી. પરંતુ દુર્ભાગ્યે આજે સુધી એક પણ પ્રોજેક્ટ જમીન પર ઉતર્યો નથી.
આ અધૂરી વચનોની યાદ અપાવવા કોંગ્રેસ કાર્યકરો સીધા મોદીજીની સભા સુધી પહોંચ્યા હતા, જેને રોકવા માટે પોલીસ તંત્રના મોટા કાફલા સાથે તહેનાત થયું અને અટકાયતો થઈ.
આજે ભાવનગરની જનતા સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે ખાલી વચનો અને લોલીપોપથી વિકાસ થતો નથી હકીકતમાં કામ જોઈએ, ફક્ત જાહેરાતો નહીં.
આ પણ વાંચો:
Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








