
Bhavnagar: ભાવનગર શહેરના દાંતિયા વાળી શેરી વિસ્તારમાં ભાવનગર પોલીસે નાર્કોટિક્સ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 61.34 ગ્રામ સૂકા ગાંજા સાથે બે આરોપીઓ, જગદીશ અને રવિ,ને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બીજા પાસેથી સૂકો ગાંજો લઈને તેનું વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી.
સૂકા ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
ભાવનગર પોલીસે ગુપ્ત માહિતીના આધારે દાંતિયા વાળી શેરી વિસ્તારમાં દરોડો પાડીને આરોપીઓને પકડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 61.34 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
કોર્ટે આપ્યા બે દિવસના રિમાન્ડ
આરોપીઓ જગદીશ અને રવિને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને વધુ તપાસ માટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાવનગર સિટીના ડી.વાય.એસ.પી. આર.આર. સિંઘાલે જણાવ્યું કે, “અમે નશીલા પદાર્થોના વેચાણ અને વપરાશ સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.”
ગાંજાના સપ્લાય ચેઈનની ઊંડાણપૂર્વક તપાસ
પોલીસ હવે આ ગાંજાના સપ્લાય ચેઈનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ ગેરકાયદે વેપારના મૂળ સુધી પહોંચી શકાય. શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ અને વપરાશને રોકવા માટે ભાવનગર પોલીસે આવી કાર્યવાહીઓને વધુ તીવ્ર કરવાનું આયોજન કર્યું છે.
અહેવાલ : નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Trump on Tariff: ડોલાન્ડ ટમ્પે આવી મિત્રતા નિભાવી? ભારત પર 25% ટેરિફ લાદ્યો
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે