Rajkot: ‘ભાનુ બાબરિયા ગુમ થયેલ છે’, 21 હજારનું ઈનામ જાહેર, ત્રંબા ગ્રામજનોમાં રોષ, જાણો શું છે મામલો?

Rajkot Bhanu Babaria protest: રાજકોટના ત્રંબા કસ્તુરબા ધામ ખાતે ત્રિવેણી સંગમનો પુલ જર્જરિત હાલતમાં હોવાને કારણે અને ખાતરના ભાવમાં થયેલા વધારા સામે સ્થાનિક કોંગ્રેસના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટની આગેવાનીમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

આ પ્રદર્શનમાં ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને સ્થાનિક ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા “ગુમ” થયા હોવાના પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાયો. પોસ્ટરોમાં જાહેર કરાયું કે ભાનુબેનને શોધી લાવનારને 21,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

જર્જરિત પુલનો મુદ્દો

ત્રંબા ગામના ત્રિવેણી સંગમ ખાતેનો પુલ, જે પૌરાણિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વનો છે, તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ સ્થળે શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને પિતૃ મોક્ષ માટે સ્નાન કરવા આવે છે. ખાસ કરીને પાંચમના દિવસે લાખો મહિલાઓ અહીં ઉમટે છે. ગામના સરપંચ દર્શનાબેન રાઠોડે જણાવ્યું કે, આ પુલની ખરાબ હાલત વિશે 2022થી ભાનુબેન બાબરિયાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સમારકામ થયું નથી. આ પુલની જર્જરિત હાલતથી વાહનચાલકોના જીવને જોખમ છે, અને જો તે તૂટી પડે તો ત્રિવેણી સંગમનું મહત્વ ઘટી શકે છે.

ખાતરના ભાવમાં વધારો

વિરોધનું બીજું કારણ એન.પી. ખાતરના ભાવમાં થયેલો 150 રૂપિયાનો વધારો છે. 2014માં 400 રૂપિયામાં મળતું ખાતર હવે 1850 રૂપિયામાં વેચાય છે, જે ખેડૂતો પર આર્થિક બોજ વધારે છે. સ્થાનિકોએ આ વધારાને ખેડૂતો સાથેનો અન્યાય ગણાવ્યો અને ભાજપ સરકારની નીતિઓનો વિરોધ કર્યો.

વિરોધની ચીમકી

ગામવાસીઓએ ચેતવણી આપી છે કે જો પુલનું સમારકામ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ઉપરાંત, ભાજપના કોઈપણ આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ભાનુબેન બાબરિયા, જેઓ 2022ની ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી જીત્યા હતા, તેમણે ગામની મુલાકાત લીધી ન હોવાનો આક્ષેપ છે. આ બાબતે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.

 

આ પણ વાંચો:

ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલિંગ કોચને મળી મોટી જવાબદારી,IPL માં ઋષભ પંતની ટીમમાં જોડાયા

NISAR launching: ભારતે રચ્યો ઈતિહાસ, નીસાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ

MP: ભાજપ નેતાએ વિધવાને દેહવ્યાપારમાં ધકેલી દીધી, મેનેજરના પદની લાલચ આપી હતી, કેવી રીતે ભાંડો ફૂટ્યો?

UP Viral video: બંગડીઓ પહેરી લો, વીજળી ના આવતાં લોકો વિફર્યા, વિકાસના ફૂફાંડા મારતી સરકારના વીજકર્મી ભાગ્યા

Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?

Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

 

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!

  • June 30, 2026
  • 2 views
Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!

Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા

  • June 30, 2026
  • 4 views
Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 4 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 5 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 7 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 6 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ