Surat: PI એ 3 મહિલાઓનું અપહરણ કર્યા બાદ શું કર્યું, જાણી ચોંકી જશો

Surat: પોલીસ જનતાની સેવા માટે અને કાયદાનું રક્ષણ કરવા માટે હોય છે પરંતુ જો કાયદાના રક્ષક જ ભક્ષક બની જાય તો લોકો ક્યાં જાય? રાજ્યમાં ફરી એક વાદ ખાખીને દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક PI એ 3 મહિલાઓનું અપહરણ કર્યું હતું.

પોલીસ કમિશનરની ગેર હાજરીમાં PI એ કર્યો કાંડ

VTV ના અહેવાલ મુજબ સુરતના ઉતરાણ વિસ્તારમાં જમીન વિવાદના મામલે ગંભીર આરોપો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ થયો છે. ગુજરાત હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને નોટિસ જારી કરી છે, જેમાં ઉતરાણ પોલીસ સ્ટેશનના પીઆઇ દિગ્વિજયસિંહ બારડ અને ઇકોસેલના પીઆઇ એન.એમ. જાડેજા પર ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે તેમણે બિલ્ડરો અને જમીન માલિકોના હિતમાં કામ કરીને એક વૃદ્ધા અને તેમની દીકરી સહિત ત્રણ મહિલાઓને છેતરીને બેઘર કરી દીધી.

ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ રેકોર્ડ

20થી 24 મે દરમિયાન થયેલી આ ઘટનામાં, પોલીસે 100 નંબર પરથી કોલ આવ્યો હોવાનું બહાનું કરીને વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન, 8થી 10 લોકોએ તેમના ઘર પર ગેરકાયદેસર કબજો કરી લીધો, જે ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ રેકોર્ડ થઈ છે. આ વિવાદ 2019થી ચાલતો હોવાનું જાણવા મળ્યું છે, અને આ ઘટનામાં પોલીસે જમીનની સોપારી લઈને ગેરકાયદેસર રીતે કબજો કરાવ્યો હોવાનો આરોપ છે.

હાઇકોર્ટે કમિશનરને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ

આ ઘટના ત્યારે બની જ્યારે સુરત પોલીસ કમિશનર 15 દિવસની રજા પર હતા. તેમની ગેરહાજરીમાં પીઆઇ બારડ અને જાડેજાએ આ ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં થઈ, જેના પર હાઇકોર્ટે કડક વલણ અપનાવીને કમિશનરને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, કારણ કે ન્યાય માટે પોલીસ પર આધાર રાખતી જનતા આવા કિસ્સાઓથી હચમચી જાય છે. હવે આ મામલે કમિશનર શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે..

આ પણ વાંચો:

Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?

Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 7 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

  • September 21, 2026
  • 9 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 10 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 7 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 9 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?