
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની CIDએ અટકાયત કરી લીધી છે. તે છેલ્લા એક મહિનાથી ફરાર હતો. આ સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડ રુપિયાનું છે. આરોપીને CIDની ટીમ વિસનગર પોલીસ સ્ટેશન લઇ ગઇ છે. ત્યાંથી તેને ગાંધીનગર ખાતે લઇ જવામાં આવશે. ઝાલાને મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર ઝાલા એક મહિનાથી પોલીસની પકડથી દૂર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. આખરે CID ક્રાઇમને તેને મહેસાણામાંથી પકડવામાં સફળતા મળી છે. આ ધરપકડથી BZ પોંઝી સ્કીમમાં લોકોનો રુપિયા ડૂબ્યા છે. પોલીસ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરીને આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ તપાસ કરાશે. ઝાલા ઝડપાયા બાદ અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.
BZ કૌભાંડ કેવી રીતે ચાલતું હતુ?
BZ ગ્રુપની જુદી જુદી બ્રાંચમાં દરોડા પડવાની ઘટનાથી ગુજરાતના રાજકારણીઓમાં ફફડાટ છે, કારણે કે કેટલાંક ભાજપના નેતાઓના સંપર્ક ભૂપેન્દ્ર ઝાલા સાથે છે. આ સ્કીમમાં તો એક કા તીન કરવામાં આવતા હતા. આ સ્કીમમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોને લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવવામાં આવતું હતું. આ સ્કિમમાં અનેક રાજકારણીઓ તથા પોલીસ કર્મચારીઓ પણ નાણાં રોકેલા હોવાનું બહાર આવ્યું છે.