
- રાજ્ય સરકારના કર્મચારીઓના મુસાફરી ભથ્થાને લઈને મોટા સમાચાર; કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર રદ્દ
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થું રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મુસાફી ભથ્થાને લઈ મોટો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓનું મુસાફરી ભથ્થુ સરકારે રદ્દ કર્યું છે. કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ્દ કર્યો છે.
કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી તેમજ મામલતદારની મુસાફરી ભથ્થું રદ્દ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કર્યો છે. તેમજ હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે. તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા હવે લોગબુક અને તે માટેનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમજ સરકારી કામકાજ અર્થે ફાળવેલ વાહનોમાં કાયમી ભથ્થું ચુકવાતું હતું. વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની કિંમત જોઈને દૈનિક ભથ્થું અપાશે.
રાજ્ય સરકારે વર્ષ 2025ની શરૂઆત પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 5 મહિનાનું એરિયર્સ પણ મળશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કર્યો હતો. તે સમયે રાજ્ય સરકારે જાહેરાત કરતાં જણાવ્યું હતુ કે, આ મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધારવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કરવાનું નક્કી કર્યું હતુ. આ મોંઘવારી ભથ્થું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે. ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે.
તો હવે ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓનું મુસાફરી ભથ્થાને લઈને નવી જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: મતગણતરી પહેલા કોંગ્રેસ, બીજેપી અને આપના નેતાઓ શું બોલ્યા?