ખ્યાતિ હોસ્પિટલ કાંડ: પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 5670 પાનાની ચાર્જશીટ

  • Gujarat
  • February 7, 2025
  • 0 Comments
  • ખ્યાતિ હોસ્પિટલ કાંડ: પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 5670 પાનાની ચાર્જશીટ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આઠ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરાઈ છે. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ. ક્રાઇમબ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5,670 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે 10 નવેમ્બર 2024ના રોજ કેમ્પ યોજાયો હતો. જેમાં 20 જેટલા દર્દીઓને સારવારની જરૂર હોવાનું કહી અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.

PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવવા દર્દી કે દર્દીના પરિવારની જાણ બહાર 19 દર્દીઓને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. જ્યારે 19 દર્દીઓમાંથી સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ હતી.

જે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી, તેમાંથી બે દર્દીના મોત થયા છે. એન્જિયોપ્લાસ્ટીના અન્ય 5 દર્દીઓને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે હવે આ કેસમાં 88 દિવસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓની ખોટી સર્જરી કરીને મૃત્યુ નીપજવા મામલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સરકારે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, આ કેસમાં 105 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. CRPC-164 મુજબ સાત જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. 19 ઇલેકટ્રોનિકસ પુરાવા, 36 ફાઇલો તથા 11 રજિસ્ટર કબ્જે કરાયા હતા.

34 બેન્ક ખાતાની માહિતી મેળવવામાં આવી હતી. આ સાથે આરોપીઓની મિલ્કતને લઈને તપાસ કરાઈ હતી. આ સિવાય 37 દર્દીઓની હિસ્ટ્રી કબ્જે કરવામાં આવી છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનાં ગંભીર આરોપો સામે ECની ટૂંકી પ્રતિક્રિયા; કહ્યું- લેખિતમાં જવાબ આપીશું

Related Posts

Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.
  • April 21, 2026

Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે…

Continue reading
Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!
  • April 20, 2026

Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

  • April 22, 2026
  • 3 views
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

  • April 22, 2026
  • 11 views
PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

  • April 22, 2026
  • 8 views
Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 4 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

  • April 22, 2026
  • 8 views
Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 5 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ