
Bigg Boss 19: ટીવી રિયાલિટી શો બિગ બોસ 19મી સીઝનમાં કોણ વિજેતા બનશે તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળતી હતી તે ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે અને રોમાંચક બનેલી ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાને ગૌરવ ખન્નને વિજેતા જાહેર કરતા સ્ટેજ પર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી,સાથેજ ગૌરવને ટ્રોફી સાથે ₹50 લાખની ઇનામી રકમ એનાયત કરવામાં આવી.આમ, ગૌરવ ખન્નાએ રિયાલિટી શો બિગ બોસ 19ની ટ્રોફી જીતી લીધી અને ફરહાના ભટ્ટ રનર-અપ રહી હતી જ્યારેઅમાલ મલિક પાંચમા, તાન્યા મિત્તલ ચોથા અને પ્રણીત મોરે ત્રીજા સ્થાને રહ્યો હતો.
■બિગબોસ વિનર ગૌરવ ખન્ના CID અને અનુપમા સિરિયલ માટે જાણીતો છે.
આપને જણાવી દઈએકે ગૌરવ ખન્ના એક જાણીતા ટીવી એક્ટર છે,તેઓ CIDમાં સિનિયર ઇન્સ્પેક્ટર કેવિન અને સ્ટાર પ્લસની સિરિયલ ‘અનુપમા’માં અનુજ કાપડિયા તરીકેની ભૂમિકાઓ માટે દર્શકોમાં ફેમસ છે.બિગબોસ ફિનાલે માટે કાર્તિક આર્યન, અનન્યા પાંડે, કરણ કુન્દ્રા અને અભિષેક બજાજ જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા.
■લોરેન્સ ગેંગની ધમકીઓ છતાં ભોજપુરી સ્ટાર પવન સિંહ સલમાન ખાન સાથે જોવા મળ્યા અને જોરદાર ડાન્સ પણ કર્યો!
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે લોરેન્સ ગેંગની ધમકીની કોઈ પરવા કર્યા વગર તેઓ બિન્દાસ બિગ બોસના ફિનાલેમાં હાજરી આપી હતી અને જોરદાર ડાન્સ પણ કર્યો.પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી હતી જેમાં ચેતવણી અપાઈ હતી કે જો તે સલમાન ખાન સાથે બિગ બોસનું સ્ટેજ શેર કરશે તો પછીથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ નહીં કરી શકે.
પવનના જણાવ્યા મુજબ, તેમને શનિવારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, ફોન કરનારે કહ્યું,”અમે ગેંગસ્ટર લોરેન્સ ગેંગના સભ્યો છીએ.” ત્યારબાદ તેણે કહ્યુકે “તમારે સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરવાનું નથી.” તેણે મોટી રકમની માંગણી પણ કરી હતી આ ધમકી બાદ, પવનના કાર્યક્રમ અને તેની ગતિવિધિઓ માટે સુરક્ષા વધારી દેવામાં આવી હતી જોકે,ધમકીની પરવા કર્યા વગર પવન સિંહ સલમાન ખાન સાથે જોવા મળ્યા અને બિગ બોસ 19ની પૂર્વ સ્પર્ધક નીલમ ગિરી સાથે એક ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.
■સ્વ.એકટર ધર્મેન્દ્રને યાદ કરીને સલમાનખાન ભાવુક થઈ રડી પડ્યો!
બિગ બોસ 19ના ફિનાલે શો હોસ્ટ કરતી વખતે સલમાન ખાને ધર્મેન્દ્રને યાદ કર્યા હતા અને શોમાં ધર્મેન્દ્રના જૂના વીડિયો બતાવવામાં આવ્યા તે વખતે સલમાન ભાવુક થઈ ગયો અને આંખોમાં આંસુ આવી ગયા હતા.જેથી થોડીવાર માટે ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા અને ગમગીની છવાઈ ગઈ હતી.
બીજી તરફ ગ્રાન્ડ ફિનાલેમાં સની લિયોન અને કરણ કુન્દ્રા એમટીવી સ્પ્લિટ્સવિલાના નવા સીઝનના પ્રમોશન માટે હાજર રહ્યા હતા.તેજ રીતે કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ તેમની ફિલ્મ ‘તુ મેરી ઔર મેં તેરા’ના પ્રમોશન માટે ફિનાલેમાં હાજર રહ્યા હતા.
■ બિગબોસ સીઝનની અત્યારસુધીની સફરમાં કોણ કોણ વિજેતા બન્યા તેની યાદી નીચે મુજબ છે.
●Bigg Boss 1 Winner-રાહુલ રોય
●Bigg Boss 2 Winner-આશુતોષ કૌશિક
●Bigg Boss 3 Winner- વિંદૂ દારા સિંહ
●Bigg Boss 4 Winner- શ્વેતા તિવારી
●Bigg Boss 5 Winner- જૂહી પરમાર
●Bigg Boss 6 Winner-ઉર્વશી ધોળકિયા
●Bigg Boss 7 Winner-તનિષા મુખર્જી
●Bigg Boss 8 Winner-ગૌતમ ગુલાટી
●Bigg Boss 9 Winner-પ્રિન્સ નરુલા
●Bigg Boss 10 Winner- મનવીર ગુર્જર
●Bigg Boss 11 Winner-શિલ્પા શિંદે
●Bigg Boss 12 Winner-દીપિકા કક્કર
●Bigg Boss 13 Winner- સિદ્ધાર્થ શુક્લા
●Bigg Boss 14 Winner-રૂબીના દિલૈક
●Bigg Boss 15 Winner- તેજસ્વી પ્રકાશ
●Bigg Boss 16 Winner-એમસી સ્ટેન
●Bigg Boss 17 Winner- મુનવ્વર ફારૂકી
●Bigg Boss 18 Winner-કરણવીર મેહરા
●Bigg Boss 19 Winner-19 – ગૌરવ ખન્ના
આમ,ટેલીવિઝન દુનિયામાં સૌથી મોટા વિવાદાસ્પદ શો ગણાતા ‘બિગ બોસ 19’ની સીઝનમાં કોણ વિજેતા બનશે તે માટે ઉત્સુકતા હતી જે આખરે જાહેર થયું અને 19મી સીઝન ગૌરવ ખન્નાએ જીતી લીધી છે અને ખિતાબ પોતાના નામે અંકે કર્યો છે.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!






