
bihar: આ દિવસોમાં બિહારમાં રહેઠાણ પ્રમાણપત્રમાં એક મોટી ગેરરીતિ પ્રકાશમાં આવી રહી છે. થોડા દિવસ પહેલા પટનામાં એક શ્વાનનું રહેઠાણ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. જોકે, આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. આ વખતે મોતીહારીમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાના ચિત્રનો ઉપયોગ કરીને છેતરપિંડીથી રહેઠાણ પ્રમાણપત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અરજીમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો ફોટો ઉપયોગમાં લેવાયો હતો. જ્યારે રહેઠાણ પ્રમાણપત્ર માટે અરજી કરનાર અરજદારનું નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’ લખેલું હતું. આ મામલો છોડાદાનો પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ભોજપુરી સ્ટાર મોનાલિસાની તસવીર અને નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’
માહિતી અનુસાર, એક નકલી અરજી મળી આવી છે. અરજદારનું નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’ લખેલું હતું. પિતાનું નામ ‘સ્વરાજ ટ્રેક્ટર’ અને માતાનું નામ ‘કર દેવી’ લખેલું હતું. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અરજદારનો પોલીસ સ્ટેશન વિસ્તાર છોડાદાનો છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અરજીમાં મોનાલિસાનો ફોટો હતો.
नाम- डॉग बाबू नाम- सोनालिका ट्रैक्टर
पिता – कुत्ता बाबू. पिता- स्वराज ट्रैक्टर
माता- कुतिया देवी माता- कार देवी… pic.twitter.com/gCwDivRkTL— Tejashwi Yadav (@yadavtejashwi) July 29, 2025
અરજી સંપૂર્ણપણે નકલી
અધિકારીઓને આ વિચિત્ર અરજીની જાણ થતાં જ તેમણે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે અરજી સંપૂર્ણપણે નકલી હતી. ખોટી માહિતી આપીને પ્રમાણપત્ર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોટવા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ
આ કેસમાં કોટવા પોલીસ સ્ટેશનમાં અરજદાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે આવી વધુ નકલી અરજીઓ કરવામાં આવી છે કે નહીં. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પાછળ કોઈ સંગઠિત ગેંગ છે કે નહીં.
‘ડોગ બાબુ’ના નામે રહેઠાણ પ્રમાણપત્ર બન્યું હતુ
નોંધનીય છે કે સોમવારે પટના જિલ્લાના મસૌરી વિસ્તારમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. જ્યાં ‘ડોગ બાબુ’ના નામે રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલાને ગંભીરતાથી લીધો અને તપાસનો આદેશ આપ્યો. આ કેસમાં એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બીજાને બરતરફ કરવામાં આવ્યા છે.
વહીવટીતંત્રનું મૌન
આ મામલે હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ નક્કર સ્પષ્ટતા આવી નથી. જોકે, વિપક્ષ અને જાગૃત નાગરિકોએ આ અંગે કડક કાર્યવાહી અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. લોકો કહે છે કે આ ફક્ત એક ઉદાહરણ છે, સિસ્ટમમાં ઘણા વધુ કૌભાંડો છુપાયેલા હોઈ શકે છે.
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી