
બિહાર વિધાનસભા ચૂંટણી(Bihar Assembly Election) ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં યોજાવાની શક્યતા છે. જેમાં તમામ 243 બેઠકો માટે મતદાન થશે. જેથી મોદી સરકાર ચૂંટણી જીતવા અનેક કારનામાં કરી રહી છે. જોકે મોદી સરકારે હાલ એકાએક મતદારોની યાદીમાં સુધારો કરાવતાં વિરોધનો શૂર ઉઠ્યો છે. નાગરિકો પાસેથી પુરાવા માગી છેકે તમે પુરવાર કરો કે તમે આ દેશના નાગરિકો છો. ઈ- વોટિંગ(E VOTING)ની વાત કરતી મોદી સરકાર એકાએક મદતારોને ખતમ કરવા મથામણ કરી છે. જો નાગરિકો પુરતા પુરાવા નહીં આપે તેમનું નામ મતદારયાદીમાંથી ખતમ થઈ જશે અને તેઓ મતદાનનો હક ગુમાવશે. ત્યારે હવે સવાલ એ પણ થઈ રહ્યા મોદી સરકાર કેમ મતદારોને ખતમ કરવા કેમ માગે છે. મોદી સરકારને મતદારો ખતમ થવાથી શું ફાયદો થશે.
મોદી સરકારના નિર્ણયને વિપક્ષી પાર્ટીઓ, જેમ કે કોંગ્રેસ અને અન્ય, આ નીતિને ગરીબો, દલિતો, પછાત વર્ગો અને પરપ્રાંતિય મજૂરોના મતાધિકારને છીનવી લેવાનું ષડયંત્ર ગણાવ્યું છે.
વિપક્ષનો દાવો છે કે ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ’ (SIR) ઝુંબેશ, જે 1 જુલાઈ, 2025થી શરૂ થઈ, 8 કરોડ મતદારોની યાદી 30 દિવસમાં ચકાસવાનો પ્રયાસ છે, જે “માનવીય રીતે અશક્ય” છે. આને ગરીબો અને પ્રાન્તિક સમુદાયોના નામો હટાવવાની યોજના તરીકે જોવામાં આવે છે.
કોંગ્રેસ નેતા પવન ખેરા અને અન્યોએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે, જે લોકશાહી માટે જોખમી છે. વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આધાર, રેશનકાર્ડ કે અન્ય સરકારી ઓળખપત્રો ચકાસણી માટે શા માટે સ્વીકારવામાં નથી આવતા, જે ગરીબો માટે મુશ્કેલી ઊભી કરે છે.
વિપક્ષનો દાવો છે કે આ પ્રક્રિયા ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ફાયદો પહોંચાડવા માટે છે, જેમાં ગરીબો અને લઘુમતીઓના નામો હટાવીને વોટબેંકને અસર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સરકાર અને ચૂંટણી પંચનો પરિપ્રેક્ષ્ય:ચૂંટણી પંચનું કહેવું છે કે આ સુધારણા પ્રક્રિયા મતદાતા યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવવા માટે છે, જેથી બોગસ અથવા ડુપ્લિકેટ નામો દૂર થાય. ભાજપ અને મોદી સરકારે આ આરોપોને નકાર્યા છે, દાવો કર્યો છે કે આ પ્રક્રિયા નિષ્પક્ષ છે અને લોકશાહીને મજબૂત કરવા માટે છે.
મતદારોનું નામ હટાવીથી મોદી સરકારને કેવી રીતે ફાયદો?
વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને RJD, દાવો કરે છે કે ગરીબો, દલિતો, પછાત વર્ગો, લઘુમતીઓ અને પરપ્રાંતિય મજૂરોના નામો મતદાતા યાદીમાંથી હટાવવામાં આવે છે. આ સમુદાયો ઘણીવાર વિપક્ષી પાર્ટીઓ (જેમ કે RJD, SP, અથવા કોંગ્રેસ)નો મજબૂત વોટબેંક હોય છે. આ નામો હટાવવાથી ભાજપની સામેનું વિપક્ષનું મતદાન ઘટી શકે, જે ભાજપને ચૂંટણીમાં ફાયદો આપી શકે.
બિહારમાં RJD અને ભાજપ વચ્ચે સખત સ્પર્ધા છે, ગરીબ અને લઘુમતી મતદાતાઓ RJDનો મુખ્ય આધાર છે. વિપક્ષી નેતાઓ (જેમ કે પવન ખેરા)ના નિવેદનો દાવો કરે છે કે ભાજપ આવા મતદાતાઓના નામ હટાવીને RJDના વોટબેંકને નબળી પાડવા માંગે છે, જેથી ભાજપ અને તેના સાથીઓ (જેમ કે JDU)ને ચૂંટણીમાં વધુ બેઠકો મળે.
ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા જુઓ વીડિયોમાં
આ પણ વાંચોઃ
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!