Kheda: મહુધા કન્યાશાળામાં શરમજનક ઘટના, શિક્ષિકાએ વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, બધાં શિક્ષકો શું કરતાં હતા?

Kheda: ખેડા જીલ્લાના મહુધા તાલુકાની જાણીતી કન્યાશાળામાં મુસ્લીમ વિદ્યાર્થીનીના આત્મસન્માનને ભારે ઠેસ પહોંચાડવામાં આવી છે. મહિલા શિક્ષકે 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીના વાળ કાપી, ગળા પર છરી મૂકી દેવાની ધમકી આપતાં મહુધા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીનીનો વાંક માત્ર એટલો જ હતો કે તે સ્કૂલમાં બે ચોટી વાળીને ગઈ ન હતી.

મહુધા શહેરમાં કન્યાશાળા આવેલી છે. આ શાળાની શિક્ષિકા  બે ચોટલા ન વાળી લાવનાર વિદ્યાર્થીની પર ભારે ગુસ્સે થઈ ગઈ હતી. શિક્ષિકાએ વર્ગની અન્ય બાળકીઓ સામે જ તેના કાતરથી વાળ કાપી નાખ્યા. બાળકીઓ માટે આત્મવિશ્વાસ અને ઓળખના પ્રતિક એવા વાળ આવી રીતે કાપી દેતા સમગ્ર શાળા વિધા મંદિર કે ત્રાસમંદિર તેવા સવાલ ઉભા થયા છે.

શિક્ષિકાની આવી હરકતથી વિદ્યાર્થીની સતત ભયમાં છે અને અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ડરનો માહોલ પ્રસરી ગયો છે. ઘટનાની જાણ થતાં વાલીઓ ગુસ્સે ભરાયા અને શાળાની બહાર એકઠા થઈને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વાલીઓએ આરોપ લગાવ્યો કે શાળાના નિયમોના નામે શિક્ષિકા દ્વારા સતત વિદ્યાર્થીની ઓનું અપમાન અને દમન ગુજારવામાં આવે છે.

ફોટો: SAMPRAT NEWS
ફોટો: SAMPRAT NEWS

આ ઘટના ફરીવાર સવાલ ઉભા કરે છે કે શાળા જેવી પવિત્ર જગ્યા કેટલી સુરક્ષિત છે અને શું વિદ્યાર્થીનીઓનું આત્મસમ્માન સાચવી શકાય છે? હાલ શિક્ષણ વિભાગે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવા માટે આશ્વાશન આપ્યું છે.

પિડિત વિદ્યાર્થીનીએ રડતાં રડતાં પોતાની આપ વીતી જણાવી છે. પિડિત વિદ્યાર્થીને કહ્યું હતુ કે હું મુસ્લીમ છું, સંગીતા ટીચરે મારી ચોટી કાપી નાખી. નવી સ્કૂલમાં આવતી નહીં આવી તો ગળા પર છરી મૂકી દઈશ. મને પીરસવા ન દીધુ, ખાવાનું ના આપ્યું. હું બે ચોટી ના વાળી ગઈ એટલે મારા વાળ કાપી નાખ્યા.

વિદ્યાર્થીના ખુલાસા બાદ ભારે હોબાળો મચી ગયો છે. વાલીઓમાં રોષ ભભૂક્યો છે. બીજી ત પ્રન્સિપાલે આ ઘટના અંગે કહ્યું હું સ્કૂલમાં હાજર ન હતો. મને આ બાબતે કોઈ જાણકારી નથી.

વિદ્યાર્થીની વાલીએ આરોપ લગાવ્યો છે આ ઘટના  સ્કૂલમાં  પ્રાર્થના સમયે બની છે. તો બધા શિક્ષકો શું કરી રહ્યા હતા.

હા મે ચોટી કાપી: શિક્ષિકા

ફોટો: SAMPRAT NEWS

ઉલ્લેખનયી છે કે ઘટનાના આજે બીજા દિવસે વાલી સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યા મહિલા શિક્ષિકાએ નફ્ફટાઈથી કબૂલ્યું છે કે હા મે ચોટી કાપી છે. શિક્ષિકાએ કહ્યું કે હવે પછી તમારી છોકરીને નહીં કહીએ કે આવી રીતે આવજે. જોકે મહિલા શિક્ષિકાનું નિવેદન ઘોડામાંથી તબેલા છૂટી ગયા પછા તાળા મારવા જેવું છે.

 

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 5 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 6 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 7 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 7 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 9 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 7 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી