
Bihar Election 2025: હાલ બિહારમાં ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અવનવા પેતરા રચી રહયા છે અને રેવડી કલ્ચર વચ્ચે રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહયા છે તેવે સમયે હાલ પીએમ નરેન્દ્ર મોદીની બિહાર મુલાકાત સામે આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, અમે પ્રધાનમંત્રીને પૂછવા માંગીએ છીએ કે તમે છેલ્લા 11 વર્ષથી પ્રધાનમંત્રી છો, પરંતુ તમે બિહારને શું આપ્યું છે.
બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાઘોપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આરજેડી ઉમેદવાર તેજસ્વી યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બિહાર મુલાકાત પર નિશાન સાધતા કહ્યું કે બિહારના લોકો પરિવર્તન ઇચ્છી રહયા છે પણ બિહારમાં ગુનાખોરી હાલ ચરમસીમાએ પહોંચી છે. આરજેડી નેતાએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતમાં બુલેટ ટ્રેન આપે છે પણ મત માંગવા બિહાર દોડ્યા આવે છે.
તમે ગુજરાતમાં ફેક્ટરીઓ લગાવી છે, પણ તમે બિહારમાં શુ કર્યું છે અને અહીં કઈ કર્યા વગર જીતવા માંગો છો પણ એવું થવાનું નથી. બિહાર દરેક રીતે ગુજરાત કરતાં મોટું છે; દેશમાં દરેક દસમો વ્યક્તિ બિહારનો છે. પ્રધાનમંત્રીએ ફક્ત બિહાર સાથે દગો કર્યો છે,તેમણે બિહારને ગુજરાતને જે આપ્યું તેનો એક ટકા પણ આપ્યો નથી. બિહારના લોકો તેનો જવાબ માંગી રહ્યા છે પણ પ્રધાનમંત્રી પાસે તેનો કોઈ જવાબ નથી.
આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આખું બજેટ ગુજરાતને ફાળવવામાં આવી રહ્યું છે અને વડા પ્રધાન ફક્ત આવીને આરજેડીને ગાળો આપે છે. અમારી એક બેઠક રદ કરવામાં આવી છે,આ સરમુખત્યારશાહી છે અને અમે સરમુખત્યારશાહી સામે લડતા રહીશું.
તેજસ્વી યાદવે કહ્યું કે અમિત શાહ લઘુમતી સમુદાયને આટલી બધી નફરત કેમ કરી રહ્યા છે, અમેતો લઘુમતિ સમાજના વ્યક્તિને નાયબ મુખ્યમંત્રી બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ વખતે વાતાવરણ મહાગઠબંધન માટે છે અને આ વખતે મહાગઠબંધનની સરકાર બનશે. ગઈકાલે પીએમએ જે કંઈ કહ્યું, બધું નકારાત્મક હતું અને બિહારને બદનામ કરવાનો હેતુ હતો, શું પીએમએ બિહારને કંઈ આપ્યું છે? પીએમ ગુજરાતને બધું આપી રહ્યા છે, બિહારને પીએમએ છેતર્યું છે. મોદીએ ફક્ત બિહારને છેતરવાનું કામ કર્યું હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
આ પણ વાંચો:
Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?








