
Bihar: ધર્મનિરપેક્ષતાનો દેખાડો કરતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુસ્લિમ ટોપી પહેરવાનો ઇનકાર કરતાં સ્ટેજ છોડી ભાગવું પડ્યું હતુ. ચૂંટણી પહેલા ટોપી પહેરવાનો ઇનકાર કરવા બદલ નીતિશ કુમાર મુસ્લીમ સમુદાયના નિશાના પર આવી ગયા છે. ગઈકાલે બિહાર રાજ્ય મદરેસા શિક્ષણ બોર્ડના શતાબ્દી સમારોહનું આયોજન પટનાના બાપુ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન નીતિશ કુમારને ટોપી પહેરાવાતી હતી. પરંતુ નીતિશે ટોપી ના પહેરી. આ પછી નીતિશ સરકારના મંત્રી ઝામા ખાને તેમને ફરીથી ટોપી પહેરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ વખતે નીતિશે ઝામા ખાનને તે જ ટોપી પહેરાવી દીધી હતી. જેથી જેથી મુસ્લીમ સમુદાયનો લોકો રોષે ભરાયા હતા. કેટલાકે કહ્યું હવે મુસ્લિમોને મૂર્ખ બનાવવાનું બંધ કરો.
આ પછી કાર્યક્રમમાં હંગામો શરૂ થયો. ત્યાં હાજર લોકોએ નીતિશ કુમાર અને બિહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. લોકોએ નીતિશ કુમાર પર મુસ્લિમો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો. વિપક્ષે નીતિશના ઇનકારને પણ મુદ્દો બનાવ્યો છે. વિપક્ષ ભલે આરોપ લગાવી રહ્યું હોય અને નીતિશને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યું હોય, પરંતુ હંગામો પહેલા, નીતિશે પોતાને મુસ્લિમ સમુદાયના સૌથી મોટા શુભેચ્છક ગણાવ્યા. નીતિશે દાવો કર્યો કે તેમની સરકારે જેટલું કામ મુસ્લીમો માટે કર્યું છે તેટલું કોઈ કર્યું નથી.
ટોપી ના પહેરી નીતીશ શું સંકેત આપવા માગાતા હતા?
मदरसा एजुकेशन बोर्ड के शताब्दी वर्ष समारोह में मुख्यमंत्री नीतीश कुमार ने जबरन मदरसा शिक्षकों को बुलाया और फिर सम्मान स्वरूप टोपी पहनने से इनकार कर दिया।
पिछले कई महीने से शिक्षकों की बहाली नहीं होने से नाराज़ लोगों ने जमकर नारेबाजी और हंगामा किया और कहा कि मुसलमानों को बेवक़ूफ़… pic.twitter.com/fktw00qTBF
— Tejashwi Yadav (@yadavtejashwi) August 21, 2025
નીતિશ કુમારે ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હશે, પણ આ એ જ નીતિશ છે જે થોડા સમય પહેલા સુધી મુસ્લિમ સમુદાયના કાર્યક્રમો અને ઇફ્તાર પાર્ટીઓમાં મુસ્લિમ ટોપી પહેરતો હતો. દર વર્ષે રમઝાન મહિનામાં નીતિશ કુમાર તેમના સરકારી બંગલામાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરે છે, જેમાં તેઓ મુસ્લિમ ટોપી પહેરેલા જોવા મળે છે, પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલા ટોપી પહેરવાનો તેમના ઇનકારથી અટકળો શરૂ થઈ ગઈ છે. શું નીતિશે કોઈ રાજકીય સંકેત આપવા માટે ટોપી પહેરી ન હતી? શું તેમણે ભાજપને ગુસ્સો ન આવે તે માટે ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો?
નીતિશ કુમાર હાલમાં ટોપી પહેરવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે તેઓ કહેતા હતા કે ટોપી અને ટીકા જરૂરી છે. ખરેખર, ટોપી વિશે એક સત્ય એ છે કે તે ફક્ત માથું ઢાંકવા માટે નથી, પરંતુ તે એક રાજકીય પ્રતીક, સાંસ્કૃતિક સંકેત અને વૈચારિક છબી પણ બની ગઈ છે. ટોપી ધર્મથી વિરોધ, રાષ્ટ્રવાદ અને રાજકારણ સુધી પ્રવાસ કરી ચૂકી છે. મુસ્લિમ ટોપીને લઈને આ વિવાદ શરૂ થયો છે.
મુસ્લિમ ટોપી
શરૂઆતથી જ ઇસ્લામિક સમાજમાં ટોપી પ્રચલિત છે. અરબસ્તાનના રણ વાતાવરણમાં માથું ઢાંકવું એક આવશ્યકતા હતી, આ પરંપરા ધીમે ધીમે ધાર્મિક સ્વરૂપ ધારણ કરી રહી છે અને નમાજ દરમિયાન ટોપી પહેરવી એ શિષ્ટાચાર માનવામાં આવે છે. વિવિધ ઇસ્લામિક દેશોમાં વિવિધ પ્રકારની ટોપી પહેરવામાં આવે છે.
સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીએ ખાદીની ટોપી પહેરી હતી અને તેને સ્વદેશી, આત્મનિર્ભરતા અને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક બનાવી હતી. ગાંધીજીની ટોપીની વાત પણ રસપ્રદ છે. 1919માં જ્યારે ગાંધીજી રામપુરના નવાબને મળવા ગયા હતા, ત્યારે તેમની પાસે ટોપી નહોતી. અહીં આબાદી બેગમે જાડા કાપડમાંથી ગાંધીજી માટે સીવેલી ટોપી બનાવી હતી, બાદમાં ગાંધીજીએ તેને ખાદી તરીકે અપનાવી હતી અને તેને સ્વદેશી ચળવળનું પ્રતીક બનાવી હતી. કોંગ્રેસના નેતાઓ આજે પણ આ ગાંધી ટોપી પહેરે છે. 2011માં અન્ના આંદોલન દરમિયાન, ગાંધી જેવી ટોપી ફરી એકવાર લોકપ્રિય બની હતી, ફરક માત્ર એટલો હતો કે અન્ના ટોપી પર સૂત્રો પણ લખાયેલા હતા. સમાજવાદી નેતાઓની લાલ ટોપી જેપી ચળવળમાં મૂળ ધરાવે છે. રશિયાથી પાછા ફર્યા પછી, જયપ્રકાશ નારાયણે લાલ ટોપી પહેરવાનું શરૂ કર્યું હતુ.
જનસંઘ અને આરએસએસ બંનેએ કાળી ટોપી અપનાવી હતી. જ્યારે ભાજપની ટોપી ભગવી છે જેની ડિઝાઇન ઉત્તરાખંડની ટોપી અને બ્રહ્મકમળ પરથી લેવામાં આવી છે, તેથી ભારતીય રાજકારણમાં ટોપીનો આ ઇતિહાસ છે. બિહારમાં નીતિશ કુમાર દ્વારા ટોપી ન પહેરવાના ચાલી રહેલા વિવાદ વચ્ચે, મોટા સમાચાર એ છે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બિહારની મુલાકાતે છે. બીજી બાજુ લગભગ 2 મહિના પછી બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પરંતુ આ વખતે બે છોકરાઓ નહીં પરંતુ ત્રણ યુવાનો બિહારમાં એનડીએ સામે મોરચા પર હશે. રાજકારણના આ ત્રણ છોકરાઓ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ છે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ જે બરાબર એક અઠવાડિયા પછી એટલે કે 28 ઓગસ્ટે રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રામાં જોડાવા માટે બિહાર જઈ રહ્યા છે. અખિલેશ બિહારના સીતામઢીમાં રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે મતદાર અધિકાર યાત્રામાં જોડાશે. આ દરમિયાન અખિલેશ યાદવ રાહુલ અને તેજસ્વી સાથે રેલી પણ કરશે. કોંગ્રેસનું માનવું છે કે આ યાત્રામાં અખિલેશ યાદવની ભાગીદારી કથિત મત ચોરી સામેના તેમના આંદોલનને મજબૂત બનાવશે.
આ પણ વાંચો:
Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા
Rampur: મૌલવીએ મસ્જિદમાં મહિલા સાથે જબરજસ્તી સંબંધ બાંધ્યા!, મસ્જિદમાં શું થતાં હતા મોટા કાંડ?
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ