Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

  • India
  • May 26, 2025
  • 3 Comments

Bihar, Tej Pratap  wife Aishwarya harassment allegations: લાલુ પરિવારની વહુએ સનસનાટીભર્યા આક્ષેપ કર્યા છે. પરિવાર પર ત્રાસના આરોપ લગાવ્યા છે. ઐશ્વર્યા રાયે RJD નેતા લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોના ખુલાસો કરતાં આકરી ટીકા કરી છે.

તેજ પ્રતાપની પત્નીએ લાલુ યાદવ દ્વારા તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી બહાર કાઢવાને પણ નાટક ગણાવ્યું. ઐશ્વર્યા રાયે કહ્યું કે આખો મામલો એકસાથે નાટક કરવાનો છે. ઐશ્વર્યાએ કહ્યું કે રાબડી દેવી સાંજે જ તેજ પ્રતાપને મળ્યા હશે. ઐશ્વર્યા રાયે તેના સસરા લાલુ પ્રસાદ, સાસુ રાબડી દેવી અને સાળા તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે જ્યારે તેણીને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેમનો સામાજિક ન્યાય ક્યાં હતો?, તમે મારું જીવન કેમ બરબાદ કર્યું? ઐશ્વર્યાએ વધુમાં કહ્યું કે આખો પરિવાર મળેલો છે. તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત નાટક સિવાય કંઈ નથી.

ઐશ્વર્યા રાયે કહ્યું કે ટ્વિટર પર ચાર લાઇન લખીને શું થશે. આ લોકોને ક્યારેય અલગ કરી શકાતા નથી. ગઈકાલે સાંજે જ રાબડી દેવી તેમની પાસે ગયા હશે અને તેમના આંસુ લૂછતા કહ્યું હશે કે થોડા દિવસ ચૂપ રહો, આપણે બધું બરાબર કરી દઈશું. તેજસ્વી યાદવ તેમના ભાઈ સાથે છે. કોર્ટે તેમને ઘરેલુ હિંસાનો દોષી ઠેરવ્યા છે, પરંતુ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેમણે તેને કોઈપણ મીડિયામાં પ્રકાશિત થવા દીધું નહીં. મને માર મારવામાં આવ્યો અને મારું ખાવાનું બંધ કરી દેવામાં આવ્યું, ત્યારે લાલુજી ક્યાં હતા? ઐશ્વર્યાએ કહ્યું કે તે પોતાના અધિકારો માટે લડશે.

સામાજિક ન્યાયની વાતો કરનારા લાલુ, મને ક્યારે ન્યાય આપશે?

ઐશ્વર્યાએ લાલુ યાદવને પૂછ્યું કે જો તમે સામાજિક ન્યાયની વાત કરો છો તો મારી સાથે ક્યારે ન્યાય કરશો. લાલુજીએ સાત વર્ષમાં મારા વિશે કંઈ કહ્યું નહીં. તેમણે કહ્યું કે કોર્ટમાં લડાઈ ચાલુ રહેશે. તેજ પ્રતાપ સાથે કાનૂની લડાઈ લડી રહેલી ઐશ્વર્યાએ કહ્યું કે આ લોકોએ મારું જીવન બરબાદ કરી દીધું છે. વધુમાં કહ્યું કે જ્યારે તેજ પ્રતાપે 12 વર્ષથી આ સંબંધની હકીકત સ્વીકારી લીધી છે, ત્યારે સ્પષ્ટ છે કે દરેકને તેના વિશે પહેલાથી જ ખબર હશે. છતાં તેણે મારા લગ્ન તેની સાથે કરાવી દીધા.


પુત્રની કરતૂતો છૂપાવવા વહુ પર આાંગળી ચીંધી

ઐશ્વર્યાએ કહ્યું કે તેમના દીકરાની ભૂલ છુપાવવા માટે આ લોકોએ મારા પાત્ર પર આંગળી ચીંધી. જ્યારે વાત પરિવારમાંથી બહાર આવે છે, ત્યારે તેઓ સામાજિક ન્યાયના પ્રણેતા બને છે. તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત માત્ર એક ઢોંગ છે. તેમને એ વાતની ચિંતા નથી કે તેમના દીકરાએ કેટલા લગ્ન કર્યા છે. પરંતુ, ચૂંટણી પહેલા આ મામલો બહાર આવ્યો હોવાથી, ડેમેજ કંટ્રોલ કરવા માટે કાર્યવાહીનું નાટક કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી છે. 12 મે 2018 ના રોજ, ઐશ્વર્યા રાયે લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ સાથે લગ્ન કર્યા. પણ બંને એક વર્ષ પણ સાથે રહી શક્યા નહીં. હાલમાં તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

છૂટાછેડાની અરજી:

નવેમ્બર 2018માં તેજ પ્રતાપે પટણાની કોર્ટમાં એશ્વર્યા સાથે છૂટાછેડા માટે અરજી કરી, જેમાં અસંગતતા અને ક્રૂરતાને કારણો ગણાવ્યા. એશ્વર્યાએ આની સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો, જેમાં તેજ પ્રતાપ પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ લગાવ્યો હતો છૂટાછેડાનો કેસ હજુ પટણાની ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. 2023માં, પટણા હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને રદ કરીને નવેસરથી સુનાવણીનો આદેશ આપ્યો. એશ્વર્યાએ આરોપ લગાવ્યો કે તેજ પ્રતાપ અને તેમના પરિવારે તેનું જીવન બરબાદ કર્યું.

આ પણ વાંચો:

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

 

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 2 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 11 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’