
બિહાર(Bihar)માં ફરી એકવાર એક સનસનાટીભર્યો ગુનો સામે આવ્યો છે. રાજ્યના મોતીહારી જિલ્લામાં એક મહિલાએ કથિત રીતે તેના પતિની હત્યા કરવા માટે એક ગેંગસ્ટરને રાખ્યો હતો. આ ઘટનામાં સામેલ ગેંગસ્ટરની રવિવારે ગુજરાત(Gujarat)ના અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ ધરપકડ અંગે માહિતી આપી હતી. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ કે મહિલાએ તેના પતિની હત્યા કેમ કરાવી હતી.
પોલીસે જણાવ્યું હતુ કે 16 સપ્ટેમ્બરના રોજ બિહારના મોતીહારી જિલ્લા નજીક બે બાઇક સવાર માણસોએ આમોદ કુમાર નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસની પોલીસ તપાસમાં ગૌતમ કુમાર યાદવની સંડોવણી બહાર આવી હતી. ત્યારબાદ, બિહાર પોલીસની એક ટીમ ભાગેડુને શોધવા માટે ગુજરાતના અમદાવાદ ગઈ હતી. ગૌતમ કુમાર યાદવને પકડી લેવામાં આવ્યો છે અને તેને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે.
યુવાનની હત્યા કેમ કરવામાં આવી?
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે મહિલાને બીજા કોઈ પુરુષ સાથે અફેર હતું. આ જ કારણ છે કે યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપી ગૌતમ કુમાર યાદવની ગુજરાતના અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે અહેવાલ આપ્યો છે કે પીડિત આમોદ કુમારની પત્ની અને તેના પ્રેમીએ ગૌતમ કુમાર યાદવને તેની હત્યા કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ગૌતમે કથિત રીતે શૂટરોને આમોદ કુમારનું સરનામું અને સૂચનાઓ આપી હતી. ત્યારબાદ આમોદ કુમારની હત્યા કરવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશ પર બોમ્બમારો કર્યો, 30 લોકોના મોત, શું છે કારણ? | Pakistani Army
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે
Kheda: ગાયોએ યુવતીનો પગ છૂટો પાડી દીધો છતાં ના છોડી, વીડિયો જોઈ તમે પણ હચમચી જશો








