
BJP: ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે અને છેલ્લા 30 વર્ષથી ભાજપનો દબદબો છે પણ હવે છેલ્લા કેટલાક સમયથી એવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યુ છે જેમાં ભાજપ જીતે છે પણ સંગઠન હારી રહ્યું છે,ગુજરાત ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે.એમાંય વળી, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલા ટિકિટ વિતરણના કડક માપદંડોને કારણે પક્ષમાં આંતરિક અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે.
આ નારાજગીના મુખ્ય કારણોમાં જોવા જાઈએતો તે પાર્ટીના કડક નિયમો છે, ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ટિકિટ ફાળવણી માટે કેટલાક કડક માપદંડો નક્કી કરાયા છે, જેમાં 60 વર્ષથી વધુ વયના, ત્રણ ટર્મથી ચૂંટાયેલા સભ્યો અને નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો વળી આ નિયમો સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, “પક્ષે બનાવેલા નિયમો જ પક્ષને નુકસાન કરશે” અને આંતરિક જૂથવાદને કારણે પક્ષને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે.
અહેવાલો અનુસાર, લગભગ 70% જેટલા જૂના જોગીઓની ટિકિટ કપાઈ શકે છે, જેના કારણે વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ટિકિટથી વંચિત કેટલાક કાર્યકરો અન્ય પક્ષો તરફ વળી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.પક્ષની ‘નો-રિપીટ’ થિયરી અને કડક શિસ્તના નિયમોને કારણે ઘણા ટિકિટ વાંછુંઓના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ મુકાતા ગુજરાતના રાજકારણમાં હાલ આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે, આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર રાજેશ ઠાકરે વધુ પ્રકાશ પાડ્યો હતો,વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીત દરમિયાન રાજેશ ઠાકરે ભાજપનું આંતરિક ચિત્ર રજૂ કર્યું હતું જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









