
- સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ
સીરિયામાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. સુરક્ષા દળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસથી ચાલી રહેલી લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આને સીરિયામાં છેલ્લા 14 વર્ષમાં સૌથી મોટી હિંસા ગણાવવામાં આવી રહી છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, મૃતકોમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે જેમને નજીકથી ગોળી વાગી હતી. આ ઉપરાંત સરકારી સુરક્ષા દળોના 125 સભ્યો અને અસદ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથોના 148 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, લતાકિયા શહેરની આસપાસના મોટા વિસ્તારોમાં વીજળી અને પીવાનું પાણી બંધ થઈ ગયું છે.
સીરિયાની નવી સરકાર શું કહે છે?
સરકારે કહ્યું કે તેઓ અસદના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે અલગ-અલગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને મોટા પાયે હિંસાને જવાબદાર ગણાવી હતી. સીરિયામાં તાજેતરની અથડામણો ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ ગુરુવારે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક એક વોન્ટેડ વ્યક્તિની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અસદના વફાદારોએ તેમના પર હુમલો કર્યો.
इसे कहते हैं गोलियों की असल बरसात!
💥💥💥💥💥💥💥💥💥💥
जब सीरियाई सिक्योरिटी फ़ोर्स पर असाद समर्थकों की तरफ़ से गुरूवार को घात लगा कर हमला किया गया उसके बाद सिक्योरिटी फ़ोर्स ने कैसे जवाबी फ़ायरिंग की pic.twitter.com/5yDz1cxblI
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) March 9, 2025
સીરિયાની નવી સરકારને વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ શુક્રવારે અસદના લઘુમતી અલવી સમુદાયના લોકોની હત્યા કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ બંને વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. પરંતુ હયાત તહરિર અલ-શામ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે આ જૂથના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદના શાસનને ઉથલાવી દીધું હતું.
તાજેતરમાં સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે વર્ષ 2021 માટેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે સીરિયામાં બશર અલ-અસદના શાસન દરમિયાન જેલોમાં 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી એકલા સૈદનાયા જેલમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ જેલ ત્રાસ, હત્યા અને ગુમ થવા માટે કુખ્યાત રહી છે. 2011 થી સૈદનાયા જેલનો ઉપયોગ અસદના ક્રૂર શાસનની નીતિઓને આગળ વધારવા માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- IIFA 2025: જયપુરમાં શાહિદ-કરીના એક સાથે જોવા મળ્યા, ગળે લાગ્યા, છેલ્લે ‘જબ વી મેટ’માં સાથે દેખાયા હતા