
બોટાદના ધારાસભ્યના પૂર્વ PAએ ગંભીર આક્ષેપ કર્યા છે. પૂર્વ PA અજય જામોદે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા મને 10 હજાર પગાર આપતાં હતા. જોકે સરકારી પગાર અનુસાર મને 20 હજાર મળવા જોઈએ. અજય જામોદ બીલો ચૂકવવાનું કામ કરતો હતો. ઓફિસ અને સમૂહલગ્ન માટે લઈ આપતાં ચીજવસ્તુઓના નાના મોટા ખર્ચાના બિલો ચૂકવણા કરતો હતો. જેમાં 4.50 લાખ જેટલા પૂર્વ PA પોતાના ઘરના કાઢ્યા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે સાથે પોતાના પિતાનું કારખાનું ચાલતું હોવાથી 3 લાખ ઉછીના આપ્યા હતા. નોકરીમાંથી કાઢી મૂકતાં પહેલા ચા બનાવવાનું મશીન અને મોબાઈલ લઈ લીધો હોવાના આક્ષેપ કર્યા છે. કુલ 13.50 લાખ જેટલા લેવાના નિકળતાં હોવાનું પૂર્વ PA અજય જામોદે કહી રહ્યો છે. જો કે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હજું સુધી નાણાં ન ચૂકવવાતાં પૂર્વ PA અજય જામોદે બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જુઓ પૂર્વ PAએ ધારાસભ્ય ઉમેશ મકવાણા પર શું કર્યા આક્ષેપ?
આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan
આ પણ વાંચોઃ Katch: પેટ્રોલ પંપ પાસે આગ, બ્લાસ્ટ થવાનો ભય, લોકોના જીવ તાળવે ચોટ્યા (VIDEO)
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?




