
Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26નું બજેટ રજૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન આપીને ફુગાવાને નિયંત્રિત કરવાના પ્રયાસો કરાયો છે. બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. ત્યારે જુઓ નીચેના લીસ્ટમાં બજેટમાં શું સસ્તું થશે અને શું મોંઘું થશે?
શું સસ્તું? | શું મોંઘુ? |
LED-LCD ટીવી | ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે પેનલ |
લિથિયમ આયન બેટરી | પ્રીમિયમ સ્માર્ટ ડિસ્પ્લે |
EV અને મોબાઈલ બેટરી | ફેબરિક (Knitted Fabrics) |
સ્માર્ટફોન | |
ઈલેક્ટ્રીક કાર | |
લેધરની વસ્તુઓ | |
ચામડાનો બનેલો સામાન | |
સી-પ્રોડક્ટ | |
ફ્રોજન ફિશ પોસ્ટ | |
કેન્સરની દવાઓ | |
તબીબી સાધનો |
વડાપ્રધાને બજેટ અંગે શું કહ્યું?
ત્યારે બજેટ અંગે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘બજેટ 2025 બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે. જનતાના આ બજેટ માટે હું નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે. પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે અને તેમની બચત કેવી રીતે વધશે તેના પર ભાર મૂકાયો છે.’
આ પણ વાંચોઃ Budget 2025: બજેટ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલા અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?