
Canada News:અત્યારે ઘણા બધા યુવાઓ વિદેશમાં જવાના સપના જોતા હોય છે તેમણે ત્યાં જઈને સારી નોકરી કરવી હોય છે પરંતુ નોકરી ન મળવાને કારણે કે બીજા કોઈ કારણે ઘણા ખરા લોકો વિદેશમાં ચોરી કરતા પકડાતા હોય છે. ત્યારે વધું એક ભારતીય મહિલા ચોરી કરતા પકડાઈ હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ ઘટનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કેનેડામાં ભારતીય મહિલાએ કરી ચોરી
મળતી માહિતી મુજબ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના માર્ખામ વિસ્તારમાં બાળકો માટે મૂકવામાં આવેલી કેન્ડીનો બાઉલ ચોરી કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતી મહિલા પરંપરાગત સલવાર-સૂટ પહેરેલી છે અને તે ઘરોની બહાર મૂકેલા કેન્ડીના બાઉલને ઉઠાવીને લઈ જતી જોવા મળે છે. આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ભારે રોષ વ્યક્ત થયો છે, અને કેટલાક વપરાશકર્તાઓએ તેને ભારતીય મહિલા તરીકે ઓળખીને ઇમિગ્રન્ટ્સ સામેની નફરત અને જાતિવાદી વલણને વધારવાની ચેતવણી આપી છે.
મહિલા કોણ છે?
આ વીડિયોમાં મહિલા ઘણા ઘરમાંથી કેન્ડી અને કેટલીક વખત ડેકોરેશન આઇટમ્સ પણ ચોરી કરતી દેખાય છે. . સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં તેને અમૃતા સિંહ તરીકે ઓળખવામાં આવી છે, જેના પરિવાર પાસે કેનેડામાં એક ગેસ સ્ટેશનની માલિકી છે. કેટલાક વપરાશકર્તાઓએ તેને હંટિંગ્ટન ડિસીઝ (એક ન્યુરોડેજનરેટિવ રોગ)થી પીડિત હોવાનું પણ જણાવ્યું છે, પરંતુ આ માહિતીની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ તરફથી હજુ સુધી કોઈ ધરપકડ અથવા તપાસની અપડેટ જાહેર કરવામાં આવી નથી, જે વાયરલ વીડિયોને વધુ વિવાદાસ્પદ બનાવે છે.
An Indian woman in Canada was caught stealing Halloween candies meant for children.
Many were outraged over it.
Many women are getting caught stealing in foreign countries.
Because of such criminals, hate and racism against immigrants increase. pic.twitter.com/eYQ0n3ML8D
— ︎ ︎venom (@venom1s) October 6, 2025
અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ
આ ઘટના માત્ર એકલી નથી તાજેતરમાં વિદેશોમાં ભારતીય મહિલાઓ સાથે જોડાયેલી ચોરીની અનેક ઘટનાઓ સામે આવી છે, જે ઇમિગ્રન્ટ સમુદાય પરના જાતિવાદી હુમલાઓને વધારી રહી છે. ઉદાહરણ તરીકે, મે 2025 માં અમેરિકાના ઇલિનોઇસમાં એક ભારતીય પર્યટક મહિલાને ટાર્ગેટ સ્ટોરમાંથી 1,300ડોલર (લગભગ 1.1 લાખ રૂપિયા)ની વસ્તુઓ ચોરી કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના બોડીકેમ વીડિયોમાં તેને સ્ટોરમાંથી વસ્તુઓ લઈને બહાર નીકળતી દેખાવામાં આવી, જે જુલાઈ 2025 માં વાયરલ થયો.
અપરાધોને કારણે વિઝા થઈ શકે છે રદ્દ
આ ઘટના પછી અમેરિકન એમ્બેસીએ ભારતીય વિઝા ધારકો માટે ચેતવણી જારી કરી, જેમાં કહેવામાં આવ્યું કે ચોરી, હુમલા કે બર્ગલરી જેવા અપરાધોને કારણે વિઝા રદ્દ થઈ શકે છે. આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ભારતીયો સામેની નફરત વધી, અને કેટલાક વપરાશકર્તાઓએ તેને H-1B વિઝા પ્રક્રિયા પરના અસર વિશે પણ પૂછ્યું.આવી ઘટનાઓના વધતા કેસને કારણે ઇમિગ્રન્ટ્સ સમુદાયમાં ચિંતા વધી છે.
આખા સમુદાયને ટાર્ગેટ કરવું અયોગ્ય
નિષ્ણાતો કહે છે કે આવા વ્યક્તિગત અપરાધોને આધારે આખા સમુદાયને ટાર્ગેટ કરવું જાતિવાદને પ્રોત્સાહન આપે છે. કેનેડા અને અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના સંગઠનોએ આવા કેસોમાં તપાસને ઝડપી બનાવવા અને ભ્રમકારક માહિતીને રોકવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?










