
- 3 આરોપીઓ ન્યૂડ વીડિયો વેચાણ કરતા હતા
- હજારોની સંખ્યામાં કેમેરા હેક કર્યા
- પોલીસની સઘન તપાસ
Gujarat Crime: રાજકોટની પાયલ હોસ્પિટલ અને કુંભમાં સ્નાન કરતી મહિલાઓના CCTV વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના 2 આરોપીઓ રોબીન પરેરા, વૈભવ માનેની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી પરીત ધામેલિયા સુરતનો હોવનું સામે આવ્યું છે. કુલ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં હતી.
સાયબર ક્રાઈમે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. મેટ્રો કોર્ટે એક આરોપીના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે બીજા 2 આરોપીના 3 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ન્યૂડ વીડિયોનું વેચારણ કરતાં હતા
આરોપીઓ એક વર્ષથી ટેલીગ્રામ મારફતે ન્યૂડ વીડિયો વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો. આરોપીએ 9 મહિનામાં જ 50 હજારથી વધુ CCTV હેક કર્યા હતા. જેમાં સ્કૂલો, કોલેજો, કોર્પોરેટ ઓફિસ, મોલ, ચેન્જીંગ રૂમ અને બેડરૂમનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે બેડરૂમ અને હોસ્પિટલના CCTV વીડિયોની ડિમાન્ડ સૌથી વધુ હોવાથી આ વીડિયો ઊંચા ભાવે વેચાતા હતા. જેથી આરોપીઓ પાસેથી મળેલા CCTV વીડિયોથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે કેમેરા હેક કરવાનું શીખ્યા?
ઝડપાયેલા હેકર પરીત અને રાયનની પૂછપરછ કરતા હેકિંગ ટેલિગ્રામ આઈડી પરથી શીખ્યા હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામમાં કેટલાક વીડિયો જોયા બાદ ઈન્સ્ટાગ્રામ આઈડીમાં હેકરો સાથે પરિચય થતાં હેકિંગ શીખ્યા હતા અને સીસીટીવીના આઈડી તથા તેના પોર્ટ પર ફોર્સ એટેક કરી સીસીટીવી કેમેરા હેક કરતા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ આ કેસમાં ફરાર આરોપી રોહિત સિસોદિયા પરીત ધામેલીયા પાસેથી હેકિંગ શીખ્યો હતો અને રોહિતે જ પાયલ હોસ્પિટલના CCTV હેક કરી તેના વીડિયો પ્રજવલને વેચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. CCTV હેક કરી હેકરો 5-6 લાખ રૂપિયા તથા અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપી 8થી 10 લાખ રૂપિયા કમાયા હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપી રોહિત સિસોદિયા પકડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ
પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાની તપાસ કરતા સાયબર ક્રાઈમને બાંગ્લાદેશના આઈડી તથા મોબાઈલ નંબર પણ મળી આવ્યા છે. જેમાં આ વીડિયો પોસ્ટ થયા હતા. જેથી સીસીટીવીના વીડિયોનું વેચાણ ન માત્ર દેશમાં પરંતુ દેશની બહાર પણ થતાં હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ કેસના ફરાર આરોપી રોહિત સિસોદિયાની ધરપકડ બાદ અન્ય સંખ્યાબંધ હેક થયેલા સીસીટીવીનો ડેટા પણ મળી શકે છે. જેથી પોલીસે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તેની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?
આ પણ વાંચોઃ RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં
આ પણ વાંચોઃCricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં
આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?







