
- મહાકુંભ ક્ષેત્રના દરેક એન્ટ્રી પોઈન્ટ સામાન્ય નાગરીકો માટે બંધ
- લાખ્ખો શ્રદ્ધાળુઓ જ્યાં છે ત્યાં અટકી પડ્યા, ભયંકર ભીડ અને અવ્યવસ્થા
- 20 કિમી પગપાળા ચાલ્યા પછી પણ કુંભ ક્ષેત્રમાં પ્રવેશ મળતો નથી
- જ્યાં જે ઘાટ દેખાય ત્યાં સ્નાન કરીને પાછા જાવ તેવી માઈક પરથી એનાઉન્સમેન્ટ
- વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની હાલત ખરાબ, પીવાના પાણીની પણ સગવડ નથી
- નાગવાસુકી મંદિર પાસે સૌથી ખરાબ પરિસ્થિતિ, મેળાની વ્યવસ્થા પડી ભાંગી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગત થોડા દિવસોથી ભીડ ઓછી હોવાની વાત સામે આવી રહી હતી, વળી અખાડાના સાધુ-સંતો પણ મહાકુંભથી પરત જઈ રહ્યાં હતાં. જોકે, આ ખબર બાદ ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે.
પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ભીડને જોતા તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. જે લોકો અંદર ફસાયેલા છે તે અંદર જ રહી ગયા છે. આ સિવાય રેલવે સ્ટેશનથી ભારે ભીડ રેલવે ટ્રેકના સહારે આગળ વધતી જોવા મળી રહી છે.
પ્રયાગરાજ જતા તમામ રસ્તા પર જોરદાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, બાળકો-વડીલો અને અન્ય શ્રદ્ધાળુઓ જામના કારણે ખાણી-પીણી માટે હેરાન થઈ રહ્યાં છે. આ તમામ વચ્ચે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લોકો માટે તુરંત વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है?
प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI
— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025
અખિલેશે એક્સ પર લખ્યું કે, ‘મહાકુંભમાં દરેક જગ્યાએ ભૂખ્યા, તરસ્યા, બેહાલ અને થાકેલા તીર્થયાત્રી જોવા મળી રહ્યાં છે. હું રાજ્ય સરકારને અપીલ કરૂ છું કે, માનવીય દ્રષ્ટિથી જોવામાં આવે અને તેમના માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવે’.
પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે તમામ ટ્રેનને રદ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનની અંદર ફસાયેલા શ્રદ્ધાળુઓ રેલ ટ્રેક પરથી પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધી રહ્યાં છે.
प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है?
— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025
અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં રસ્તા પર હજારો લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે અને વચ્ચે-વચ્ચે ગાડીઓ ફસાયેલી છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી કે, મહાકુંભમાં ફસાયેલા કરોડો શ્રદ્ધાળુઓ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ.
અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં વીડિયો શેર કર્યો કે, ‘આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લખનૌ તરફથી 30 કિલોમીટર પહેલાં જામ લાગેલો છે, વળી રીવા રોડ તરફથી 16 કિલોમીટરનો જામ લાગેલો છે. વારાણસી તરફથી 12-15 કિલોમીટર પહેલાં જામ લાગેલો છે. સ્ટેશન પર એટલી ભીડ છે કે, લોકો ટ્રેનના એન્જિનમાં પણ ઘુસી ગયાં છે. આટલી ભીડમાં લોકો તો પરેશાન થઈ જ રહ્યાં છે, સાથે જ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે’.
આ પણ વાંચો- મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યું રાજીનામું: દિલ્હીમાં શાહને મળ્યા બાદ લેવાયો નિર્ણય