BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • India
  • October 27, 2025
  • 0 Comments

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ નાગરિકો,ચિંતકોની આગેવાનીમાં મળેલા સંમેલનમાં SIR ને એકસુરે વખોડી કાઢી તેનો વિરોધ કર્યો છે અને તાત્કાલિક રદ કરવા માંગણી કરી છે. સાથે જ ભાજપના ઈશારે કામ કરતા ભારતના ચૂંટણી પંચનું વિસર્જન કરવા માંગ ઉઠી છે આ જન આંદોલનને દેશના ખૂણે ખૂણે લઈ જવા આહવાન કરાયું છે આ એક ચિનગારી છે જે ચેન્નાઈથી ઉઠી છે જેને સમગ્ર દેશમાં ફેલાવી દેવા દેશના જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

લોકશાહી શાસન અને નાગરિકોના અધિકારો પર ચેન્નાઈમાં શનિવારે મળેલા રાષ્ટ્રીય સંમેલનમાં દેશના વરિષ્ઠ બુદ્ધિજીવી વર્ગના અગ્રણીઓ અને ચિંતકો હાજર રહયા જેઓએ એકસૂરે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી અને કેન્દ્રમાં શાસક ભાજપની આગેવાની હેઠળના NDA ના ઇશારે ભારતના ચૂંટણી પંચ (EC) દ્વારા આયોજિત કથિત ચૂંટણી હેરાફેરી સામે જન આંદોલન કરવા જનતાને આહવાન કર્યું છે.

અહીં એવા જાગૃત નાગરિકો હતા જેમાં સમાજના કાર્યકરો, વકીલો, ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, શિક્ષણવિદો અને ટેક્નોલોજિસ્ટ્સ ક્ષેત્રના મહાનુભાવો હાજર હતા જેઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી. કેન્દ્રમાં શાસક ભાજપની આગેવાની હેઠળના NDA ના ઇશારે ભારતના ચૂંટણી પંચ (EC) દ્વારા આયોજિત કથિત ચૂંટણી હેરાફેરી સામે વિરોધ કરી તેને જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.

ચેન્નાઈમાં મળેલા સંમેલનમાં કેટલાક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જેમાં વર્તમાન ચૂંટણી પંચને તાત્કાલિક વિસર્જન કરવા સહિત નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા નવા પંચની રચના કરવાની, VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ) સ્લિપની 100% ગણતરી કરવાની અને મતદાર અથવા તેમના પરિવારને જાણ કર્યા વિના કોઈ ઉમેરો કે કાઢી ન નાખવાની માંગ કરવામાં આવી હતી.

ઉપરાંત મશીન-રીડેબલ મતદારોની યાદી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી જોઈએ, પરંતુ પારદર્શિતાના માપદંડ તરીકે, દરેક EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) માં મતદારોનો ડેટા એક અપરિવર્તનશીલ ઇલેક્ટ્રોનિક લોક પાછળ હોવો જોઈએ અને લોક મૂલ્યો ઓનલાઈન શેર કરવા જોઈએ તેવી માંગ સામેલ હતી.

કોન્ક્લેવમાં ચેન્નાઈના સંમેલનમાં કરાયેલા ઠરાવને દેશના તમામ ભાગોમાં લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેથી તમામ રાજ્યોમાં જમીની કાર્યવાહી પ્રત્યે રાષ્ટ્રવ્યાપી ચેતનાનું નિર્માણ થાય અને લોકો જાગૃત બને અને લોકશાહીમાં પોતાના અધિકારો સમજી શકે. ઉપસ્થિત આગેવાનોનું કહેવું હતું કે લોકશાહી એ છે જ્યાં મતદારો સરકાર પસંદ કરે છે,આપણે એવા તબક્કામાં પહોંચી ગયા છીએ જ્યાં સરકાર મતદારોની પસંદગી કરે છે.

સંશોધકો, નાગરિક સમાજના સભ્યો અને વિપક્ષી પક્ષો છેલ્લા કેટલાક વર્ષોથી મતદાનની ગરબડ અંગેના અનેક ચૂંટણીઓમાં કામચલાઉ અને અંતિમ મતદાનના આંકડા વચ્ચે “અકલ્પનીય” વિસંગતતા તરફ ધ્યાન દોરતા આવ્યા છે પણ જન જાગૃતિની ચળવળના અભાવને કારણે કઈ થતું નથી તેના પર ઉપસ્થિત ચિંતકોએ દુઃખ વ્યક્ત કર્યું પણ હવે “આપણે હવે લોકશાહીના બચાવનું કાર્ય રાજકીય પક્ષોને સોંપી શકતા નથી અને લોકશાહી બચાવવી પડશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો.

બિહાર SIR ગૂંચવણમાં ન્યાયતંત્રની ભૂમિકા પર બોલતા, કાનૂની નિષ્ણાત અને અધિકાર કાર્યકર્તા ઉષા રામનાથને જણાવ્યું હતું કે, આ ભાર હવે વ્યક્તિ પર આવી ગયો છે કે તે આ દેશના નાગરિક છે તે સ્થાપિત કરે અને લાંબા સમયથી આવું જ રહ્યું છે, અને અદાલતો પાસે આને ઓળખવાની ક્ષમતા નથી,તેમણે ઉમેર્યુ કે આપણે જાણીએ છીએ કે સમગ્ર આસામ પ્રક્રિયા ખરેખર કોર્ટ દ્વારા દબાણ કરવામાં આવી હતી

ચૂંટણી પારદર્શિતા સુધારવા માટેના પગલાંઓની રૂપરેખા આપતા, ભૂતપૂર્વ સરકારી કર્મચારી એમ.જી. દેવસાહયામે જણાવ્યું હતું કે મતદાન પૂર્ણ થયા પછી તરત જ મત ગણતરી શરૂ થવી જોઈએ, ચૂંટણી પંચે મતદાન પૂર્ણ થયાના ત્રણ કલાકની અંદર મતદારોની વાસ્તવિક મતદાનની સંખ્યા જાહેર કરવી જોઈએ, અને મતદારોને પ્રક્રિયામાં સામેલ કરવા માટે ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સંસ્થા સ્તરે મતદાર યાદીનું સામાજિક ઓડિટ કરવું જોઈએ.

આ તકે આર. બાલકૃષ્ણન, (ભૂતપૂર્વ નાયબ ચૂંટણી કમિશનર) વી. પોનરાજ (એ.પી.જે. અબ્દુલ કલામના ભૂતપૂર્વ ટેકનોલોજી સલાહકાર) માધવ એ. દેશપાંડે( યુએસ સરકારના ભૂતપૂર્વ ટેકનોલોજી સલાહકાર) અંજલી ભારદ્વાજ, (કાર્યકર્તા; નીતિન સેઠી, પત્રકાર અને ટ્રસ્ટી, ધ રિપોર્ટર્સ કલેક્ટિવ) તારા રાવ, સ્થાપક-સભ્ય, ઓલ ઈન્ડિયા મિશન (AIM 24); આર. સચિથાનન્થમ, CPI(M) સાંસદ, અને એસ.એસ. બાલાજી, VCK ધારાસભ્ય, એ.એ.એ. ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું અને લોકશાહી બચાવવા સૌને આગળ આવવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”