
બી.એડ ડિગ્રી સહાયક શિક્ષિકાઓ છત્તીસગઢના રાયપુરમાં નોકરી પાછી મેળવવાની માંગ સાથે સતત વિરોધ કરી રહી છે. રવિવારે સહાયક શિક્ષિકાઓ તેમના પરિવારો સાથે બપોરે રાજધાની રાયપુરના તેલીબંધા તળાવ પાસે એકઠા થયા હતા. જ્યાં તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. આ પછી, મોટી સંખ્યામાં સહાયક શિક્ષકો અને તેમના પરિવારના સભ્યો બપોરથી રાત સુધી તેલીબંધા તળાવ પર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ ANAND: ભાલેજમાંથી કતલખાનું ઝડપાયુંઃ 4ને દબોચ્યા, 5 આરોપીઓ ફરાર
મહિલા સહાયક શિક્ષકોનો આરોપ
આ સમય દરમિયાન, રાયપુર પોલીસ કર્મચારીઓએ રાત્રે શિક્ષકોને વિરોધ સ્થળ પરથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસ અને સહાયક શિક્ષકો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. મહિલા સહાયક શિક્ષકોનો આરોપ છે કે પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું છે. શિક્ષકો કહે છે, “અમને રાત્રે કાઢી મૂકવામાં આવી રહ્યા છે. કોઈ મહિલા કોન્સ્ટેબલ નથી. પુરુષ પોલીસકર્મીઓ હાથ લગાવી ઝપાઝપી કરી રહ્યા છે. ” ઘણી શિક્ષિકાઓએ પોલીસકર્મીઓ પર દારૂના નશામાં ગેરવર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેટલાક મહિલા શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે તેમના કપડાં ફાડી, વાળ ખેંચી સ્થળ પરથી દૂર કરી રહ્યા હતા. સહાયક શિક્ષકો અને પોલીસ વચ્ચેના ઝપાઝપી દરમિયાન કેટલાય સહાયક શિક્ષકો બેભાન પણ થઈ ગયા હતા.
પોલીસનો લૂલો બચાવઃ શિક્ષકોને દૂર જવા વિનંતી કરવામાં આવી હતી પરંતુ તે હટ્યા નહીં
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સહાયક શિક્ષકો સવારથી તળાવ પાસે વિરોધ કરી રહ્યા હતા. તેમનો વિરોધ લગભગ 10 કલાકથી ચાલી રહ્યો છે. તેમને ઘણી વાર વિનંતી કરવામાં આવી હતી કે તમારું આંદોલન બંધારણીય નથી. પરંતુ તે માન્યા નહીં. જે બાદ એસડીએમના આદેશ બાદ સહાયક શિક્ષકોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલી સહાયક શિક્ષિકાઓને બળજબરીથી ઉપાડી લીધી હતી. આ વખતે કેટલીક શિક્ષિકાઓ બેભાન થઈ ઢળી પડી હતી. જેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવી હતી.
કેમ થઈ રહ્યો છે આટલો બધો વિરોધ?
31ડિસેમ્બર 2024ના રોજ 2,900 મહિલા સહાયક શિક્ષકોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જે બાદ મહિલા શિક્ષકો પોતાની નોકરી પાછી મેળવવાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે. સહાયક શિક્ષકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને નોકરી પર પાછા લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.