chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. જ્યાં ગામના કાચા રસ્તાઓના કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ઝોળી બનાવીને ઉંચકીને લઈ જવાની નોબત આવી હતી. આ ઘટના ભાજપ સરકારના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવે છે, જે ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની ખોટને ઉજાગર કરે છે.

સગર્ભા મહિલાને ઝોળીમાં ઉંચકી લઈ જવી પડી

જાણવા મળ્યું છે કે ખેંદા ગામના કાચા અને ખરાબ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી. સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિક લોકોએ ખાનગી જીપનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાચા રસ્તાઓ પર જીપ પણ ચઢી શકી નહીં. આખરે, મહિલાને ઝોળીમાં ઉંચકીને ચાર કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડી. જો કે, અધવચ્ચે માંડ આવેલી એમ્બ્યુલન્સને ગામલોકોએ ધક્કા મારી બહાર લઈ જવાની મહેનત કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સરકારની નિષ્ફળતા સ્પષ્ટ દેખાય છે.

અગાઉ કાચા રસ્તે કલેક્ટર પણ ફસાયા હતા

આવી ઘટનાઓ ખેંદા ગામમાં અવારનવાર બનતી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે, એપ્રિલ 2025માં કાચા રસ્તે કલેક્ટર પણ ફસાયા હતા
કલેક્ટરની કારને ટ્રેકટરથી બાંધી બહાર કાઢી, ગામલોકોની પીડામાં કલેકટર નિંભર બન્યા હતા. તે અગાઉ છોટા ઉદેપુરમાં 1 અને 8 ઓક્ટોબર 2024માં પ્રસુતાને ઝોળીમાં નાખીને લઈ જવી પડી હતી. તુરખેડામાં સગર્ભાને 3 કિ. મી. ઝોળીમાં લઈ જવા પડ્યા અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી.

 વર્ષોથી ગામ લોકો કરી રહ્યા છે માંગ 

1996થી ખેંદા ગામના લોકો પાકો રસ્તો બનાવવાની માગ કરી રહ્યા છે.છતાં પંચાયત અને આર એન્ડ બીવિભાગ દ્વારા રસ્તાઓને પાકા કરવાની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.

ખેંદા ગામમાં આદિવાસી ડુંગરા ભીલ ગાંધીનગરથી 250 કિલોમીટર પરંતુ 250 વર્ષ પાછળ છે અહીં રસ્તાઓ નથી, 24 કલાક વીજળી નથી, ચોમાસમાં શિક્ષકો આવી શકતા નથી, આંગણવાડી તેડાગર નથી . મોટા બંધો નજીક છતાં નહેર નથી, ખેંદા ગામમાં લોકો ખેતમજૂરી અને માત્ર ચોમાસામાં ખેતી કરે છે. ગામમાં જવા 3 ડુંગર પસાર કરીને જતા આદિવાસી સમાજ જાણે પ્રાચીન કાળમાં જીવતો હોય તેમ લાગે છે.

 ભાજપના નેતાઓ પાસે પદયાત્રો સમય છે અહીં જવાનો નહીં 

મોદી સરકારના સફળ 11 વર્ષની ઉજવણી છોટા ઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાની પદયાત્રા યોજાઈ હતી. ભાજપના નેતાઓ પાવાગઢ મંદિરે પદયાત્રાએ જાય છે પણ અહીં મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ છે. ખેંદામાં જશુ રાઠવા, ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી કાર જતી નથી, તેમના હેલીકોપ્ટરની રાહ લોકો જૂએ છે. પંચાયત આર એન્ડ બી વિભાગ કાચા રસ્તાની કામગીરી કરાવતું નથી. કલેક્ટર કરાવી શકતા નથી.

આ બેદરકારી ગામના લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે જોખમી સાબિત થઈ રહી છે. ખેંદા ગામના રહેવાસીઓએ જણાવ્યું કે, “વરસાદની ઋતુમાં રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ જાય છે, અને એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો ગામમાં પ્રવેશી શકતા નથી.”

નરેન્દ્ર મોદીએ આપ્યું હતુ આ નિવેદન

એક ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, પહેલા છોટાઉદેપુરમાં તાત્કાલિક સારવારને અભાવે 100 માંથી 40 બહેનોને જ સારવારનો લાભ મળતો હતો આઝે આ આકંડો 90 ટકા કરતા બહાર નિકળી ગયો છે. અને સારવારને અભાવે મરતી બહેનોને બચાવવાનું કામ ભાજપે કર્યું છે.

વિકાસના નામે માત્ર મોટી મોટી વાતો 

આ ઘટનાએ ભાજપ સરકાર દ્વારા જોરશોરથી “વિકસિત ગુજરાત”ના નારા લગાડવામાં આવે છે પરંતુ સવાલ તે થાય છે કે, ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોંચતા થાકી કેમ જાય છે? સરકાર શહેરી વિસ્તારોમાં ચમકતા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપે છે, પરંતુ આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોની મૂળભૂત સમસ્યાઓને કેમ અવગણે છે? નસવાડીના ખેંદા ગામની આ ઘટના એક ઉદાહરણ છે, જે દર્શાવે છે કે વિકાસના નામે માત્ર મોટી મોટી વાતો થાય છે, પરંતુ ગામડાઓની હાલત હજુ પણ દયનીય છે.જ્યારે ગામડાઓમાં રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધા પણ નથી, તો ભાજપ સરકારના વિકાસના દાવાઓ કેટલા સાચા કહેવાય?

આ પણ વાંચો:

વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ, જાણો મેચ કેટલા વાગે શરુ થશે?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું, આજે પણ ભારે વરસાદની આગાહી

  • Related Posts

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
    • October 27, 2025

    Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

    Continue reading
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
    • October 27, 2025

    Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 10 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 8 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 20 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 14 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 21 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા