
Chin- America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ છ વર્ષ પછી વિદેશી ધરતી ઉપર મળ્યા હતા,આ પહેલા તેઓ છેલ્લે 2019 માં જાપાનના ઓસાકામાં મળ્યા હતા. આજે ગુરુવારે (30 ઓક્ટોબર)ના રોજ દક્ષિણ કોરિયાના બુસાનમાં બન્ને નેતા મળ્યા હતા. આ બેઠક બાદ સામે આવ્યુ કે ટ્રમ્પે ચીન પર ટેરિફ ઘટાડ્યો છે. બેઠકમાં ચીન સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી,અમેરિકાએ ચીન પર ટેરિફ 10 ટકા ઘટાડી દીધો છે.
દક્ષિણ કોરિયાના બુસાવામાં બંનેની મુલાકાત થઈ અને બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ. બંને એશિયા-પેસેફિક આર્થિક સહયોગ (અપેક) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર, શી જિનપિંગના આ પ્રવાસનો ઉદ્દેશ અમેરિકા-ચીન વેપાર અને સુરક્ષા પ્રતિસ્પર્ધક વચ્ચે સિઓલ અને વોશિંગ્ટન સાથે બેઈજિંગના ભાવિ સંબંધોનો પાયો મજબૂત બનાવવાનો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગે આજે દક્ષિણ કોરિયામાં બેઠક કરી હતી. આ બેઠક બાદ ટ્રમ્પની ચીન પ્રત્યેની તમામ નારાજગી દૂર થઈ હોવાના સંકેત મળ્યા છે. તેમણે આ મુલાકાત બાદ ચીન પર 10 ટકા ટેરિફ ઘટાડ્યો છે,સામે ચીને પણ અમેરિકા પાસેથી સોયાબિનની ખરીદી ફરી શરૂ કરવા સહમતિ દર્શાવી છે.
ટ્રમ્પે જિનપિંગ સાથે મુલાકાત બાદથી ચીનને રાહતો આપવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ચીન પર લાગુ 57 ટકા ટેરિફમાં 10 ટકાનો ઘટાડો કરી દીધો છે પરિણામે હવે ચીન પર 47 ટકા ટેરિફ લાગુ થશે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ ટ્રમ્પે ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી અને આ ટેરિફ 1 નવેમ્બરથી લાગુ થવાનો હતો આ પહેલા ચીન પર 57 ટકા ટેરિફ તો પહેલેથી જ હતો. ટ્રમ્પનું આ પગલું ચીન દ્વારા દુર્લભ ખનીજોની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોની પ્રતિક્રિયા હતી.
ટ્રમ્પે દક્ષિણ કોરિયાથી અમેરિકા જતી વખતે વિમાનમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ માહિતી આપી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ચીન પર 10% ટેરિફ ઘટાડવામાં આવ્યો છે. બદલામાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકા પાસેથી મોટી માત્રામાં સોયાબીન ખરીદવા સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચીન સાથેનો વેપાર કરાર પૂર્ણ થઈ ગયો છે હવે તેના પર હસ્તાક્ષર કરવાનોજ બાકી છે.
ચીનમાં લાખો લોકોએ ટ્રમ્પ-શીજિપનિંગની મુલાકાત ઓનલાઈન જોઈ હતી જે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વેઇબો પર સૌથી વધુ ટ્રેન્ડિંગ ઇવેન્ટ બની અને લગભગ 25 કરોડ વખત જોવામાં આવી. છેલ્લા કેટલાક મહિનાઓમાં, અમેરિકા અને ચીને એકબીજા પર વધુને વધુ કડક ટેરિફ લાદ્યા છે, જેની અસર બંને દેશો વચ્ચેના વૈશ્વિક અર્થતંત્ર અને વ્યવસાયો પર પડી છે. તેથી, વિશ્વની નજર એ જોવા પર હતી કે શું બંને નેતાઓ સંબંધોને સ્થિર કરવા માટે કોઈ મોટા પગલાં લેશે.
જોકે બંને નેતાઓએ બેઠક પછી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું ન હતું, કે બંને પક્ષે બેઠક વિશે કોઈ ઔપચારિક પત્ર પણ બહાર પાડ્યો ન હતો, ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું હતું કે એક વેપાર કરાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં તેના પર હસ્તાક્ષર થઈ શકે છે.
આ પણ વાંચો:
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો!
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી









