
China Defense Budget 2025: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે હવે ચીને પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ધમકી આપી છે કે અમેરિકા યુધ્ધ ઈચ્છે તો પણ અમે તૈયાર છીએ. એવામાં ચીને પોતાના સંરક્ષણ બજેટમાં મોટો વધારો કર્યો છે.
ચીને 2025 માટે તેના સંરક્ષણ બજેટમાં 7.2%નો વધારો કર્યો છે, જે તેને કુલ 1.78 ટ્રિલિયન યુઆન (લગભગ $245.65 બિલિયન) સુધી લઈ ગયો છે. આ સતત આઠમું વર્ષ છે જ્યારે ચીને તેના લશ્કરી ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
ચીનથી ભારતને ખતરો?
નિષ્ણાતો માને છે કે ચીનની આ વધતી જતી લશ્કરી શક્તિ ભારત સહિત પડોશી દેશો માટે ખતરો બની શકે છે. ચીન પહેલાથી જ તેની સેનાને આધુનિક બનાવવા અને તેના સેનામાં નવા શસ્ત્રો, હાઇપરસોનિક મિસાઇલો, યુદ્ધ જહાજો અને હાઇ-ટેક સંરક્ષણ પ્રણાલીઓ ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચાલો જાણીએ કે આનાથી ભારત માટે કયા મોટા ખતરાઓ ઉભા થઈ શકે છે
નિષ્ણાતો માને છે કે ચીનની આ વધતી જતી લશ્કરી શક્તિ ભારત સહિત પડોશી દેશો માટે ખતરો બની શકે છે. ચીન પહેલાથી જ તેની સેનાને આધુનિક બનાવવા અને તેના સેનામાં નવા શસ્ત્રો, હાઇપરસોનિક મિસાઇલો, યુદ્ધ જહાજો અને હાઇ-ટેક સંરક્ષણ પ્રણાલીઓ ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચાલો જાણીએ કે આનાથી ભારત માટે કયા મોટા ખતરાઓ ઉભા થઈ શકે છે.
ભારત-ચીન સરહદ વિવાદ વધી શકે!
ચીને પૂર્વી લદ્દાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં પોતાના લશ્કરી માળખાને પહેલાથી જ મજબૂત બનાવી દીધું છે. 2020 માં ગાલવાન સંઘર્ષ પછી ચીને સરહદ પર હવાઈ પટ્ટીઓ, મિસાઇલ સિસ્ટમ્સ અને સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. તે જ સમયે, સંરક્ષણ બજેટમાં વધારા પછી, ચીન હવે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તેની પ્રવૃત્તિઓ વધારી શકે છે. આ કારણે ભારતે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી પડશે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ વધશે
ચીન સતત તેની નૌકાદળને મજબૂત બનાવી રહ્યું છે. તે નવા યુદ્ધ જહાજો, સબમરીન અને વિમાનવાહક જહાજો વિકસાવી રહ્યું છે. ચીન શ્રીલંકા, પાકિસ્તાન (ગ્વાદર બંદર) અને મ્યાનમારમાં તેના નૌકાદળના ઠેકાણાઓનો વિકસાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ ભારત માટે પડકાર બની શકે છે. આનાથી ભારતની દરિયાઈ સુરક્ષા અને વેપાર માર્ગો માટે ખતરો વધી શકે છે.
પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા
ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પણ સુધરી રહ્યા છે. ચીન પાકિસ્તાનને સતત આધુનિક શસ્ત્રો, મિસાઇલો અને ફાઇટર પ્લેન પૂરા પાડી રહ્યું છે. તાજેતરમાં ચીન તરફથી પાકિસ્તાનને JF-17 ફાઇટર પ્લેન, HQ-9 મિસાઇલ સિસ્ટમ અને આધુનિક ડ્રોન મળ્યા છે. આનાથી ભારત માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ચીન અને પાકિસ્તાન બંને ભારત માટે પડકારો ઉભા કરી શકે છે.
ચીન પણ AIથી સજ્જ!
ચીન તેના સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો સાયબર યુદ્ધ, AI અને અવકાશ ટેકનોલોજીમાં રોકાણ કરવા જઈ રહ્યું છે. આનાથી ભારત માટે પણ મુશ્કેલીઓ વધી શકે છે. આના કારણે, ભારતના મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ (રેલ્વે, ઉર્જા ગ્રીડ, બેંકિંગ) પર સાયબર હુમલાનું જોખમ વધી શકે છે. ભારતે આ સમયે પોતાની લશ્કરી તૈયારીઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. ભારત સરકારે આ વર્ષે સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડ રૂપિયા નક્કી કર્યું છે, જે ગયા વર્ષ કરતા 6% વધુ છે.
આ પણ વાંચોઃ UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!
આ પણ વાંચોઃ Panchmahal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા
આ પણ વાંચોઃ Vadodara: શહેર ભાજપની જૂથબંધીને જડબાતોડ જવાબ, જયપ્રકાશ સોનીને પ્રમુખ પદ સોંપાયું