
China Military Parade: બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠ નિમિત્તે ચીનની રાજધાની બેઇજિંગમાં એક ભવ્ય લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેન સ્ક્વેર ખાતે પરેડની સલામી પણ લીધી હતી. તેમણે આ મંચ પરથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીન દર વર્ષે 3 સપ્ટેમ્બરે વિજય દિવસની ઉજવણી કરે છે. કારણ કે ચીને જાપાનને હરાવ્યું હતુ.
⚡️Chinese soldiers march in military parade celebrating 80th anniversary of victory over Japan in WW2. 🎥
China showcases nuclear missiles, anti-drone tech, and unmanned fighter jets at Victory Day parade in Beijing. 🎥📸 pic.twitter.com/oeu4tEqugh
— The World War (@TheWorldWar12) September 3, 2025
રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના ડોનાલ્ડ ટ્રમ્પની નીતીઓ સામે આકરા પ્રહાર કર્ય. તેમણે કહ્યું કે ચીન કોઈની ધમકીઓથી ડરવાનું નથી અને તે હંમેશા આગળ વધતું રહે છે.
તેમણે કહ્યું કે માનવજાત એક જ ગ્રહ પર રહે છે, તેથી આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. આ દુનિયા જંગલ રાજમાં પાછી ન ફરવી જોઈએ, જ્યાં મોટા દેશો નાના અને નબળા દેશોને ધમકાવતા અને ગુંડાગીરી કરતા રહે છે. આપણે શાંતિથી આગળ વધવાના માર્ગ પર ચાલવું જોઈએ અને વૈશ્વિક શાંતિ અને સુમેળનું રક્ષણ કરવું જોઈએ.
શી જિનપિંગે કહ્યું કે માનવતાએ શાંતિ, યુદ્ધ, સંવાદ કે મુકાબલો, અને બધા માટે લાભ કે નુકસાન વચ્ચે પસંદગી કરવી પડશે. આ નિવેદનને અમેરિકાની વેપાર ટેરિફ નીતિઓ અને વૈશ્વિક પ્રભાવ પર પરોક્ષ ટિપ્પણી માનવામાં આવી હતી.
પરેડને ચીનના પુનર્જન્મનું પ્રતીક ગણાવતા શીએ બિન-પશ્ચિમી દેશોના નેતૃત્વમાં નવી વૈશ્વિક વ્યવસ્થાની હિમાયત કરી. તેમણે એમ પણ કહ્યું કે ચીન શાંતિપૂર્ણ વિકાસના માર્ગ પર વળગી રહેશે અને બધા દેશોએ એકબીજાની સંભાળ રાખવાની અને મદદ કરવાની જરૂર છે જેથી યુદ્ધ જેવી દુર્ઘટના ટાળી શકાય.
જોકે જિનપિંગે અમેરિકા પર કોઈ સીધો આરોપ લગાવ્યો ન હતો, પરંતુ પરેડમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન જેવા નેતાઓની હાજરીને અમેરિકા માટે રાજદ્વારી સંદેશ માનવામાં આવતો હતો. આ કાર્યક્રમને અમેરિકા અને પશ્ચિમી દેશો અને ચીનની વધતી જતી લશ્કરી અને વૈશ્વિક શક્તિ સામે એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવતો હતો.
આ પણ વાંચો:
China Victory Day Parade: જિનપિંગ-પુતિન-કિમ પહેલીવાર એકસાથે, જાણો શું છે માસ્ટર પ્લાન?
Gujarat: રોજ 464 લોકોને કુતરા કરડે છે, લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર
Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી