Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

  • India
  • December 30, 2025
  • 0 Comments

Pentagon: ભારતને ચારે તરફથી ઘેરવા ચીને વ્યૂહરચના શરૂ કરી હોવાની વાતનો ખુલાસો થયો છે એક તરફ LAC પર ચીને એક સ્ટ્રેટેજિક મૌન ધારણ કરી રાખ્યું છે અને ચીન ભારત સાથે LAC પર શાંતિ જાળવવા અને સૈનિકોની તટસ્થતા (disengagement)ની વાતો કરે છે પણ હકીકતમાં શાંતિનો ભ્રમ ઉભો કરી પાકિસ્તાન સાથેની પોતાની રણનીતિ મજબૂત કરી રહ્યું છે, જે ભારત માટે ચેતવણી રૂપ છે.

ચીન પાકિસ્તાનને સૈન્ય મદદ, ટેકનોલોજી અને આર્થિક સહાય આપી રહ્યું છે, ખાસ કરીને CPEC (China-Pakistan Economic Corridor) જે ભારત માટે ચિંતાનો વિષય છે.ચીન હિમાલયન સરહદ પર રસ્તા, સુરંગો અને એરસ્ટ્રિપ્સનું નિર્માણ કરી રહ્યું છે,જે તેની લશ્કરી ક્ષમતા વધારવાનો સંકેત છે.

અમેરિકાની ચેતવણી: અમેરિકાના પેન્ટાગોન રિપોર્ટ મુજબ, આ ચીનની બેવડી રણનીતિ છે, જેમાં તે ભારતને ગેરમાર્ગે દોરી રહ્યું છે.ટૂંકમાં, ચીન ભારતને શાંતિનો ભ્રમ આપીને પાકિસ્તાન સાથેની પોતાની રણનીતિ મજબૂત કરી રહ્યું છે, જે ભારતની સુરક્ષા માટે પડકારરૂપ છે.ચીન વાસ્તવમાં ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો અમેરિકી ડિફેન્સ ઓફિસ પેન્ટાગોને પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો છે.

અમેરિકાએ ચીનના પડોશી દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે ચીન બેવડી ચાલ ચાલી રમી રહ્યું છે જેનાથી એલર્ટ થઈ જવાની જરૂર છે.ચીન એક તરફ ભારત સાથે સંબંધો સુધારી રહ્યું હોવાનો દેખાડો કરે છે અને બીજી તરફ પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરી તેને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત કરી રહ્યું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબજો કરવા અને 2049 સુધીમાં દુનિયાભરમાં પોતાની ઈચ્છા મુજબ નિયમો બનાવી ચલાવવાનું મિશન બનાવી રાખ્યું છે.ચીન ભારતીય પ્રદેશ ઉપર કબ્જો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશની પ્રેમા વાંગજોમને શાંઘાઈ એરપોર્ટ ઉપર હેરાન કરવામાં આવી હતી અને ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવી ન હતી અને તેને કહેવામાં આવ્યું કે અરુણાચલ પ્રદેશ ચીનનો હિસ્સો છે તેથી તેમનો ભારતીય પાસપોર્ટ માન્ય નહીં ગણાય અને તેઓએ નવો ચીની પાસપોર્ટ બનાવવો પડશે.

મહત્વનું છે કે ગત મે મહિનામાં જ ચીને અરુણાચલ પ્રદેશની 27 જગ્યાઓના નામ બદલ્યા છે, ભારતના અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું ‘કોર ઈન્ટરેસ્ટ’ માને છે આ વિવાદિત વિસ્તારોમાં સાઉથ ચાઈના સી અને સેનકાકુ આઈલેન્ડ પણ સામેલ છે.પેન્ટાગોને કહ્યુ કે ચીન તેના પડોશીઓ દેશો સાથે વિવાદિત વિસ્તારો પર કબજો કરી ચીન પોતાનો વિસ્તાર વધારવા માગે છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાન પોતાનો હિસ્સો બતાવી રહયા છે જ્યારે તાઈવાનનું કહેવું છે કે તે પહેલાથી જ આઝાદ છે અને તેનું પોતાનું બંધારણ, સેના અને ચૂંટાયેલી સરકાર છે અહી 67% નાગરિકો પોતાની ચીની નહિ પણ તાઈવાની માને છે તેઓ ચીનની દખલગીરી પસંદ કરતા નથી પણ ચીન પડોશીઓ સાથે વિવાદિત વિસ્તારો પર કબજો કરી પોતાનો વિસ્તાર કરવા માગે છે.

આમ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ,શ્રીલંકા બધી જગ્યાએ ચીન પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે અને ભારતને ઘેરવાની રણનીતિમાં પડ્યું હોવાનું સપાટી ઉપર આવ્યુ છે, બીજી તરફ રશિયા ભલે ભારતને મિત્ર માને પણ ચીન અને રશિયા વચ્ચે ગાઢ સબંધો છે ત્યારે ચીન સાથેની કટોકટીમાં રશિયા પણ કામ લાગે તેમ નથી એટલુંજ નહિ જે અમેરિકા ભારતને ભલે ચેતવણી આપે પણ અમેરિકા પણ ડબલ ગેમ રમે છે અને ભારત સાથે સારા સંબંધોનો દેખાવ કરી પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે ત્યારે ચારેબાજુથી ઘેરાયેલા ભારતે અત્યંત સાવધાની પૂર્વક પોતાની રક્ષા કરવી પડી શકે છે અને ડિપ્લોમેસી મજબૂત કરવી પડશે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય