Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • India
  • March 20, 2026
  • 0 Comments

LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ

Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય સ્ત્રોત ગેસ-તેલનો પુરવઠો ખોરવી નાખતા હવે વિશ્વભરમાં ગેસ-તેલનું સંકટ ઉભું થયું છે જેમાં ભારતમાં પણ ગેસનું ગંભીર સંકટ ઉભું થતાં હવે કોમર્શિયલ ગેસની અછત સર્જાતા હોટલ-રેસ્ટોરન્ટ બંધ થવા લાગ્યા છે તો વળી કેટલાક લાકડા-કોલસા તરફ વળ્યા છે પણ તે સહેલાઈથી મળતા નથી ત્યારે કેટલાકે શોર્ટ વિકલ્પ અપનાવી સ્મશાનમાંથી સસ્તા કોલસાનો જુગાડ શોધી કાઢ્યો છે અને માનવ દેહ બળેલા કોલસા હોટલ-રેસ્ટોરન્ટમાં લઈ જઈ તંદુરી-ચિકન બનાવી રહયા છે.

આ કોલસમાં માનવ દેહના અંશો હોવાથી તેમાં માંસની વાસ આવતી હોય છે પણ ચિકન-તંદુરીમાં તે ખબર પડતી નથી જેથી આવા કોલસાનો ધંધો ફુલ્યો ફાલ્યો છે અને દલાલો સ્મશાન ઘાટ ઉપરથી જલ્દી આગ બુઝાવી આવા કોલસાનો વેપાર કરી રહયા છે.

બિહારમાં હાલમાં ચાલી રહેલી એલપીજી (LPG) ગેસની ભારે અછત વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પટના સહિત અનેક જિલ્લાઓની હોટલો અને રેસ્ટોરન્ટ્સ રસોઈ માટે અગ્નિસંસ્કારની ચિતાઓમાંથી નીકળતા કોલસાનો ઉપયોગ કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગેસ સિલિન્ડર ન મળવાને કારણે, એજન્ટો સ્મશાન ઘાટ પર ચિતાની આગ વહેલી ઓલવી નાખે છે અને તેમાંથી નીકળતા લાકડાના કોલસાને વીણીને હોટલોમાં વેચે છે.

તંદૂર અને માંસાહારી ભોજનમાં વપરાશ થાય છે.

આ કોલસાનો સૌથી વધુ ઉપયોગ તંદૂરી રોટલી, ચિકન અને લિટ્ટી રાંધવા માટે કરવામાં આવે છે. એજન્ટોના જણાવ્યા અનુસાર, માંસાહારી ખોરાકમાં તેની ગંધ પરખાઈ આવતી નથી, તેથી હોટલ માલિકો આ સસ્તો વિકલ્પ પસંદ કરી રહ્યા છે ગુલબી ઘાટ અને બાંસ ઘાટ: પટનાના મુખ્ય સ્મશાન ઘાટો જેમ કે ગુલબી ઘાટ અને બાંસ ઘાટ પર આ પ્રકારનું નેટવર્ક સક્રિય હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દિવસનો અંદાજે 400 કિલો જેટલો કોલસો હોટલો અને લગ્ન સમારંભોના કેટરર્સને સપ્લાય કરવામાં આવે છે.

ગેસની અછતને કારણે આ કોલસાની માંગ વધી છે. એજન્ટો એક ગુણી (કોથળો) કોલસો અંદાજે ₹600 માં વેચે છે. તેઓ દાવો કરે છે કે કોલસામાંથી હાડકાં સાવચેતીપૂર્વક અલગ કરી દેવામાં આવે છે, દૈનિક ભાસ્કરના પત્રકારે સ્ટિંગ ઓપરેશન કરતા આ હકીકતની સત્યતા સામે આવી છે જેનો એક વિડીયો વાયરલ થઈ રહયો છે

દરમિયાન આ ઘટનાને ખુબજ ગંભીર માનવામાં આવી રહી છે અને લોકોમાં આ કિસ્સો જાણી અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 5 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 4 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 10 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 8 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!