
- લોકસભામાં કોંગ્રેસની માંગણી; વરિષ્ઠ નાગરિકોની બંધ કરાયેલી રેલ્વે ટિકિટની છૂટ શરૂ કરો
વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે પણ લોકસભામાં સીનિયર સીટિજનોને છૂટ આપવાની માંગણી કરી છે.
લોકસભા સ્પીકર સમક્ષ પોતાના વિચારો રજૂ કરતી વખતે સાંસદ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે માર્ચ 2020 સુધી ભારતીય રેલ્વેમાં વરિષ્ઠ નાગરિકોને રેલ્વે ટિકિટમાં છૂટ મળતી હતી, પરંતુ હવે આ છૂટ બંધ કરી દેવામાં આવી છે. અગાઉ, મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનોમાં, 60 વર્ષ સુધીના પુરુષોને 40% અને 58 વર્ષ સુધીની મહિલાઓને 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળતું હતું.
ગાયકવાડે જણાવ્યું કે, આ જોગવાઈથી લાખો લોકોને ફાયદો થયો, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન તે બંધ થઈ ગયું. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય છે. તેથી, મારી માંગ છે કે રેલ્વે ટિકિટમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ ફરી શરૂ કરવામાં આવે.
भारतीय रेलवे में मार्च, 2020 तक वरिष्ठ नागरिकों को रेलवे टिकट में रियायत मिलती थी, लेकिन अब ये रियायत बंद कर दी गई।
पहले मेल, एक्सप्रेस, राजधानी, शताब्दी, दुरंतो जैसी ट्रेनों में 60 साल के पुरुषों को 40% और 58 साल की महिलाओं को 50% तक छूट मिलती थी।
इस प्रावधान से लाखों लोगों को… pic.twitter.com/fR6Tn2e0Oq
— Congress (@INCIndia) February 11, 2025
તમને જણાવી દઈએ કે 2019 ના અંત સુધી ભારતીય રેલ્વે મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોની ટિકિટ પર વરિષ્ઠ નાગરિકોને ડિસ્કાઉન્ટ આપતી હતી. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષોને ટિકિટ પર 40% ડિસ્કાઉન્ટ અને 58 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે જો રાજધાની એક્સપ્રેસની ફર્સ્ટ એસી ટિકિટની કિંમત 4,000 રૂપિયા હતી, તો વરિષ્ઠ નાગરિકો માટે આ ટિકિટ 2,000 રૂપિયા અથવા 2,300 રૂપિયામાં ઉપલબ્ધ હતી.
વરિષ્ઠ નાગરિકોને ભાડામાં છૂટ આપવા અંગે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે આપવામાં આવતી છૂટ ફરીથી સ્થાપિત કરી છે. આ અંતર્ગત 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષને ભાડામાં 40 ટકા છૂટ મળશે, જ્યારે 58 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાને ભાડામાં 50 ટકા છૂટ મળશે.
જોકે, ફેક્ટ ચેક કરતાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે હજુ સુધી વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીમાં આપવામાં આવતી છૂટછાટો પુનઃસ્થાપિત કરી નથી. 20 માર્ચ 2020 ના રોજ વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ભાડામાં છૂટ બંધ કરવામાં આવી હતી. આ પછી લોકડાઉન દરમિયાન ટ્રેન કામગીરી બંધ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી ફરી શરૂ થયા પછી આ સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.
તેથી કોંગ્રેસ તરફથી સાંસદ વર્ષા ગાયકવાડે વરિષ્ઠ નાગરિકો માટે તે છૂટ ફરીથી શરૂ કરવાની માંગણી કરી છે.
આ પણ વાંચો-સોશિયલ મીડિયાના કારણે બાળકોની ઘટી રહી છે યાદશક્તિ; વધી રહ્યાં છે ગંભીર રોગ