ચૂંટણી નિયમોમાં ફેરફાર વિરૂદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

  • India
  • December 24, 2024
  • 0 Comments

ચૂંટણીપંચના નિયમોમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારના હાલના નિર્ણય સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મંગળવારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર નહીં કરવાના નિયમને પડકાર્યો હતો. 20 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે મતદાન મથકોના CCTV, વેબકાસ્ટિંગ ફૂટેજ અને ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા કેટલાક ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર કરવાથી રોકવા માટે ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા હતા.

અરજી પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું- ચૂંટણીપંચને આવા મહત્ત્વપૂર્ણ કાયદા (ચૂંટણી આચાર નિયમો, 1961)માં એકતરફી સુધારા કરવાની મંજૂરી આપી શકાય નહીં. નિયમોમાં ફેરફાર પછી પણ 21 ડિસેમ્બરે તેમણે કહ્યું હતું કે ચૂંટણીપંચ પારદર્શિતાથી કેમ આટલું ડરે ​​છે. પંચના આ પગલાને કાયદાકીય રીતે પડકારવામાં આવશે.

નિયમોમાં ફેરફાર પછી પણ 21 ડિસેમ્બરે તેમણે પૂછ્યું હતું કે ચૂંટણીપંચ પારદર્શિતાથી આટલું કેમ ડરે ​​છે. પંચના આ પગલાને ટૂંક સમયમાં કાયદાકીય રીતે પડકારવામાં આવશે. ચૂંટણીપંચ (EC)ની ભલામણ પર, કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે, ધ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રુલ-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે.

નિયમ 93 કહે છે- “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે.” તેને બદલીને “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો ‘નિયમો મુજબ’ સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે” કરવામાં આવ્યું છે.

પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણયથી નિયમો બદલાયા

ચૂંટણીપંચ (EC)ની ભલામણ પર કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે ધ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલ-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે. નિયમ 93 કહે છે- “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે.” તેને બદલીને “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રૂપે ‘નિયમો મુજબ’ ઉપલબ્ધ રહેશે.”

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજો અરજદાર સાથે શેર કરવાના નિર્દેશ આપ્યા હતા. આમાં CCTV ફૂટેજ પણ નિયમ 93(2) હેઠળ માનવામાં આવ્યા હતા. જો કે, ચૂંટણીપંચે કહ્યું હતું કે આ નિયમમાં ઈલેક્ટ્રોનિક રેકોર્ડ સામેલ નથી. આ અસ્પષ્ટતાને દૂર કરવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ECએ કહ્યું- ઈલેક્ટ્રોનિક રેકોર્ડને જાહેર કરવાનો કોઈ નિયમ નથી

ECએ કહ્યું કે નોમિનેશન ફોર્મ, ચૂંટણી એજન્ટોની નિમણૂક, ચૂંટણી પરિણામ અને ચૂંટણી એકાઉન્ટ સ્ટેટમેન્ટ જેવા ડોક્યુમેન્ટ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલમાં ઉલ્લેખિત છે. આચારસંહિતા દરમિયાન, ઉમેદવારોના CCTV ફૂટેજ, વેબકાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ જેવા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તેમાં આવરી લેવામાં આવતા નથી. એક પૂર્વ EC અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન મથકોના CCTV કવરેજ અને વેબકાસ્ટિંગ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલના નિયમ હેઠળ નથી, પરંતુ પારદર્શિતા માટે હોય છે.

તેમજ કમિશનના એક અધિકારીએ કહ્યું કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં નિયમોને ટાંકીને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ માંગવામાં આવ્યા હતા. સુધારો એ સુનિશ્ચિત કરે છે કે નિયમોમાં ઉલ્લેખિત દસ્તાવેજો જ જાહેર કરવામાં આવે. નિયમોમાં ઉલ્લેખિત ન હોય તેવા અન્ય દસ્તાવેજોને જાહેર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

આ પણ વાંચો- ચૂંટણી નિયમોમાં ફેરફાર પર ખડગે લાલચોળ, કહ્યું- હવે તેઓ ચૂંટણીની જાણકારી સંતાડવા માગે છે

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 2 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 15 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 31 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 17 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 35 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 12 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?