
Khedaઆજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. રાજીકીય પક્ષોમાં રસાકસી જોવા મળી રહી છે. ભાજપ, આપ અને અપક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ પણ ઈતિહાસ રચ્યો છે. કુતિયાણા, રાણાવાવમાં 13 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે. ત્યારે બીજી બાજુ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડા જીલ્લાની મહુધા પાલીકામાં કોંગ્રેસને એક પણ બેઠક હાથ લાગી નથી.
મહુધામાં અપક્ષનું સારુ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મમભટ્ટ દ્વારા પક્ષ વિરુધ્ધ અને પરિવારના સભ્યોને અપક્ષ ઉભા રાખ્યા હોવાના આક્ષેપ સાથે 30થી વધુ ઉમેદવારોને સસ્પેન્ડ કરી દીધી હતા. જેમાં મહુધાના ઉમેદવારોનો પણ સમાવેશ થતો હતો. ત્યારે અહીં અપક્ષે સારુ જોર લગાવ્યું છે. કુલ 24 બેઠકોમાંથી અપક્ષના ફાળે 10 બેઠકો આવી છે. જ્યારે 14 બેઠકો ભાજપ આંચકી લીધી છે. જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અહીં ભાજપનો વિજય થયો છે. જો કે અપક્ષો પણ સારુ પ્રદર્શન કર્યું છે. કારણે અપક્ષોથી મજબૂત પક્ષ કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી.
આ પણ વાંચોઃ Surat: માંગરોળમાં પ્રેમી યુગલો ગળા કપાયેલી હાલતમાં મળ્યા, યુવતીનું મોત, પ્રેમી સારવાર હેઠળ
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીએ 35 સીટો પર જીત મેળવીને રાજકીય ભવિષ્ય કર્યું સુનિશ્ચિત
આ પણ વાંચોઃ Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ