
Sachin pilot News: 7 મેથી શરૂ થયેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા ભારતે (india) ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan) તેની ઓકાત બતાવી દીધી છે. જોકે શનિવારે અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. આ પગલા પર ભારતમાં બે જૂથો પડ્યા છે વિપક્ષ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધ વિરામની જાહેરાત પર આશ્વયચકિત છે. ત્યારે રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલોટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે નિવેદન આપ્યું હતું.
યુદ્ધવિરામના નિર્ણયથી સચિન પાયલટ આશ્ચર્યચકિત
મહાસચિવ સચિન પાયલોટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. તેમણે કહ્યું કે અમેરિકાએ કઈ શરતો પર આ જાહેરાત કરી તે એક મોટો પ્રશ્ન છે. પાયલોટે આ દરમિયાન કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પીઓકે પાછું લેવાના પ્રસ્તાવને પુનરાવર્તિત કરવામાં આવે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન પાયલોટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સરહદ પર જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી અને ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી હતી. સચિન પાયલોટે સરકાર પાસે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે.આ સાથે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમણે 1994 માં પસાર થયેલા એક ઠરાવની પણ યાદ અપાવી જેનો સંબંધ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે છે.
#WATCH | Delhi | Congress leader Sachin Pilot says, “In the 1971 war, America said that we are deploying the 7th Fleet in the Bay of Bengal, but despite that, our leader, Indira Gandhi, did what was in the supreme national interest. Today, we remember her as a leader for whom… pic.twitter.com/OWvqoMzyAQ
— ANI (@ANI) May 11, 2025
કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ
પત્રકાર પરિષદને સંબોધતા સચિન પાયલોટે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ કોઈથી ઓછા નથી. છેલ્લા 24 કલાકમાં ઘટનાઓનો ક્રમ ઝડપથી બદલાયો છે. અમને આશ્ચર્ય થયું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી, આવું પહેલી વાર બન્યું છે. તે સોશિયલ મીડિયા પોસ્ટમાં જે લખ્યું છે તે ધ્યાન આપવા યોગ્ય છે. આ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ છે.
સચિન પાઇલટે સેના પર ગર્વ વ્યક્ત કર્યો
પાયલોટે વધુમાં કહ્યું કે મોદી સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ અને આ બાબતે ચર્ચા કરવી જોઈએ. આનાથી દુનિયાને સંદેશ મળશે કે આખો દેશ આતંકવાદ અને પાકિસ્તાનની હિંમત સામે એક થયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહી છે. પાયલોટે કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ અને વિપક્ષે સરકારને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે પહેલા દિવસથી જ કહ્યું હતું કે આ આપણા આત્મા પર હુમલો છે અને તેનો યોગ્ય જવાબ આપવો જરૂરી છે. આ સાથે સચિન પાઇલટે સેના દ્વારા લેવામાં આવેલા પગલાં પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
#WATCH | Delhi | Congress leader Sachin Pilot says, “…The opposition and the entire country supported the government’s decision to punish Pakistan for its deeds, and our armed forces have also done so. However, the way Pakistan violated the ceasefire thereafter is a matter of… pic.twitter.com/Pvn3e7PqDZ
— ANI (@ANI) May 11, 2025
POK અંગે પ્રસ્તાવ આવ્યો હતો
આ પછી, રાજસ્થાનના ટોંકના ધારાસભ્ય સચિન પાયલોટે 30 વર્ષ પહેલા એટલે કે 1994 માં પસાર થયેલા ઠરાવની યાદ અપાવી. સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી માંગ કરી રહી છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે અને આપણે 1994 ના ઠરાવને પુનરાવર્તિત કરવો જોઈએ જ્યારે બધા પક્ષો સર્વાનુમતે સંમત થયા હતા અને ઠરાવ પસાર કર્યો હતો કે PoJK ભારતનો અભિન્ન ભાગ છે અને અમે તેને પાછો લઈશું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યું હતુ ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરની પોતાની X પોસ્ટમાં લખ્યું છે કે અમેરિકાની મધ્યસ્થીથી લાંબી રાતની વાટાઘાટો પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








