
દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર
Corruption bridge: અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુજરાત સરકાર હસ્તક લઈને 1999-2000માં ભાજપ સરકારના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો. તેના 20 વર્ષ પછી રૂ.3350 કરોડના ખર્ચવા પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 4 જગ્યાએ ટોલ લેવામાં આવશે.
રાજકોટ અને અમદાવાદને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ 27 અને 47 ટોલ માર્ગ બનાવવા અને તેની જાળવણી માટે રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગનું કામ ફોરલેનમાંથી છ લેન કરવાનું ચાલું છે. ત્રણ તબક્કામાં ચાલી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળનો માર્ગ છે, પણ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલની સરકારથી 4 લેન અને રૂપણી સરકારથી છ લેન કરવાની કામગીરી રાજય સરકાર કરી રહી છે. ત્રણ વર્ષ વિલંબિત થયું છે. જૂન 2023 સુધીના 5 વર્ષથી રાજકોટ-અમદાવાદ છ લેન ધોરીમાર્ગનું કામ અધ્ધરતાલ છે. ધોરીમાર્ગની માત્ર 40-50 ટકા કામગીરી પૂરી થઈ છે. કપાળે કપાળે જુદી મતિ હતી.
બે ઠેકેદારોને ધોરીમાર્ગના ચાર સેક્શન માટે કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 40-50 ટકા કામ કર્યું છે. પછી નાદારી નોંધાવી હતી. આ બંને ઠેકેદારોને જાન્યુઆરી 2019માં કામ આપવામાં આવ્યું હતું. કામ પૂરું થવાની ડેડલાઈન જાન્યુઆરી 2020 હતી. કળે થય તે બળે ન થાય એ કોઈ સમજવા તૈયાર ન હતું.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ડિવિઝન દ્વારા યોજનાના ઠેકેદારને નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી. કાળા અક્ષર ભેંશ બરાબર. તંત્ર દ્વારા મોકલવામાં આવેલી તમામ નોટિસો યોજનાની ડેડલાઈન પૂરી થઈ પછીની હતી.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયરે 21 ડિસેમ્બર 2022ના રોજ સદ્ભાવ એન્જિનિયર લિમિટેડને ટર્મિનેશન નોટિસ મોકલી હતી. ઠેકેદારે કોઈપણ પ્રકારના સુધારા કરવાની તસ્દી લીધા વિના ખરાબ ગુણવત્તાનું કામ ચાલુ રાખ્યું હતું. સાયલા-બામણબોર વિસ્તારનું કામ આ ઠેકેદારને સોંપાયું હતું. સત્તામંડળએ ઠેકેદારની આર્થિક તંગીને માન્ય રાખી હતી. યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માટે સબ-કોન્ટ્રાક્ટિંગની મંજૂરી આપી હતી. સબ-ઠેકેદારને ડાયરેક્ટ પેમેન્ટ કરવાની ગોઠવણ કરી હતી. પરંતુ ઠેકેદારે ત્રણ મહિના વેડફ્યા હતા અને ઓક્ટોબર 2022માં થર્ડ-પાર્ટી કરાર કર્યો હતો.
ઠેકેદારોને કામ પૂરું કરવા માટે 730 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તે દરમિયાન દેખરેખ કરવામાં આવ્યું નહોતું. કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો હતો. ધોરીમાર્ગનું કામ ચાલતું હોવાથી વાહનચાલકોને હાલાકી થઈ છે. કેટલાય ટ્રાફિક ફંટાતો કામચલાઉ રસ્તો આપવામાં આવ્યા છે. રસ્તા પણ બ્લોક થયા છે.
24 નવેમ્બર 2022ના રોજ સત્તામંડળના એન્જિનિયરે ધ્યાન દોર્યું કે, ઠેકેદાર કે સબ-ઠેકેદારે શ્રમિકો, મશીનરી અને સામગ્રી (સિમેન્ટ, સ્ટીલ, ડામર વગેરે) સત્તામંડળની પૂર્વ મંજૂરી વિના જ ત્યાંથી હટાવવાનું શરૂ કરી દીધું હતું. ધોરીમાર્ગના બગોદરા-લીમડી સેક્શનનું કામ પણ આ જ ઠેકેદારને આપવામાં આવ્યું હતું.
રાજકોટ-બામણબોરા સેક્શનનું કામ વરાહા ઈન્ફ્રા લિમિટેડને અપાયું હતું. ઠેકેદારની ફર્મને એક નાણાંકીય સંસ્થાએ હસ્તગત કરી લીધી છે. આવી અગત્યની માહિતી સત્તામંડળથી ગુપ્ત રાખવામાં આવી હતી.
ઠેકેદારની દાનત કામ અધૂરું છોડી દેવાની હતી. સત્તામંડળએ કેટલીય તક અને ચેતવણીઓ આપી તેમ છતાં ઠેકેદારનો ઈરાદો એગ્રીમેન્ટનું પાલન કરવાનો નહોતો. આ જ ઠેકેદારને લીમડી-સાયલા સેક્શનનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને ગુજરાતના સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ વચ્ચેના રસ્તામાં સત્તાધીશોની બેદરકારી પણ આમા છતી થાય છે અને આ દેશ માટે પણ મોટું નુકસાન છે. બગોદરા પાસે સૌથી વધારે અકસ્માતો થતાં આવ્યા છે. રહસ્યમય જગ્યાએ કેટલાય લોકો પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે. આ જગ્યા ખૂબ જ વિવાદાસ્પદ છે. અદ્રશ્ય શક્તિ કેટલાય લોકોના મોતનું કારણ પણ બની છે. આ વધી વાતો કાગનો વાઘ કરવા બરાબર હતી.
આ પણ વાંચોઃ
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!