Gujarat News:  રાજ્યમાં રોડના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર!રૂ. 3.71 કરોડના ખર્ચે બનેલો સ્ટેટ હાઇવે માત્ર 2 મહિનામાં જ તૂટી ગયો!!

Gujarat News:  કેબિનેટની બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ બોલ્યા હતા કે રોડ કામમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં નહિ આવે! શુ હવે જેની સામે આક્ષેપ થયા છે તેવા ભાજપના લાગતા વળગતા સામે પગલાં ભરશે ખરા?

રાજ્યમાં રોડના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર!

રાજ્યમાં ઠેરઠેર રોડ રસ્તાઓ તૂટી ગયા છે,વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે અનેક અકસ્માત સાથે વાહનોના ખર્ચ પણ વધ્યા છે ત્યારે કરોડોના ખર્ચે બનેલા તકલાદી રોડ તૂટી જવાના કારણે મોટાપાયે ગેરરીતિ થતી હોવાની લોકોમાં બૂમ ઉઠવા પામી છે અને રોષ જોવા મળી રહ્યો છે છતાં કરોડોના ભ્રષ્ટાચાર કરનારા બિન્દાસ્ત છે જોકે,આ પ્રકારની ઉઠેલી ફરિયાદો બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમા તૂટેલા રસ્તાઓનો મુદ્દો ચર્ચાયો હતો. મુખ્યમંત્રીએ તૂટેલા રોડ અને રસ્તા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી હતી,રાજ્યમાં એક વર્ષ પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતાં લોકોમાં સોશ્યલ મીડિયા ઉપર કોમેન્ટનો મારો શરૂ થયો છે આવા સમયે જ રોડમાં મોટા પાયે ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે.

રૂ. 3.71 કરોડના ખર્ચે બનેલો સ્ટેટ હાઇવે માત્ર 2 મહિનામાં જ તૂટી ગયો!

ગીર ગઢડા તાલુકામાં મોટી મોલીથી ટીંબી ગામ સુધીના નવા બનેલા સ્ટેટ હાઇવેના નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે જેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ખખડધજ રોડની સ્થળ મુલાકાત લઈ વિડીયો સાથે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. ચોંકાવનારી વાતતો એ છે કે આ સ્ટેટ હાઇવે માત્ર બે મહિના પહેલા જ રૂ. 3.71 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને બે મહિનામાં જ આ રોડ ખખડધજ થઈ ગયો છે અને રોડ ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે પરિણામે રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ 

આ અંગે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે તેઓએ રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાની વાત કરી રોડ નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરી છે, સાથે જ બિસ્માર રોડનો વીડિયો બનાવી માર્ગ અને મકાન વિભાગ, ભાજપના પદાધિકારીઓ અને રોડનું કામ કરનાર એજંસી સામે ગંભીર સવાલો ઉઠાવી કામ કરનાર એજંસી અને ભાજપના પદાધિકારીઓની મિલિભગતથી ગેરરીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે બીજી તરફ તાજેતરમાં જ રાજ્યમાં તૂટેલા રોડ-રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે ગુણવત્તા વગરના રોડ-રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તૂટેલા તમામ રોડ-રસ્તાનો સર્વે કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. સાથે સાથે એક જ વર્ષમાં બનીને તૂટેલા રોડની ઓળખ કરવા પણ તેમણે સૂચના આપી હતી. ગુણવત્તાના અભાવે તૂટેલા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આ કિસ્સામાં શુ પગલાં ભરાય છે તેતો સમયજ કહેશે!!

આ પણ વાંચો: 

Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?

‘આ વખતે છોડીશું નહીં,નકશા પરથી મિટાવી દઈશું!’ભારતીય આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

અભિનેતા Akshay Kumar ની 13 વર્ષની પુત્રીને અશ્લીલ ફોટોઝ મોકલવા કોણે કર્યો મેસેજ? અભિનેતાએ કર્યો ખુલાસો

Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!

Related Posts

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત
  • October 2, 2026

PM Degree RTI Case: ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને…

Continue reading
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Road Accident Deaths: માર્ગ અકસ્માતોમાં દરરોજ 500થી વધુ મોત, છતાં રસ્તાની સુરક્ષા પર સવાલ કેમ નહીં?

  • October 2, 2026
  • 1 views
India Road Accident Deaths: માર્ગ અકસ્માતોમાં દરરોજ 500થી વધુ મોત, છતાં રસ્તાની સુરક્ષા પર સવાલ કેમ નહીં?

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત

  • October 2, 2026
  • 4 views
PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત

Punjab Assembly Election 2027: પંજાબમાં AAPને તક મળી હતી, પરંતુ શું AAP આ તકનો લાભ ઉઠાવી શકી?

  • October 2, 2026
  • 6 views
Punjab Assembly Election 2027: પંજાબમાં AAPને તક મળી હતી, પરંતુ શું AAP આ તકનો લાભ ઉઠાવી શકી?

Form 6 TCS Controversy: ચૂંટણી પંચ, Form 6, ECINET અને TCSને લઈને 14 સવાલ, રાહુલ ગાંધીના દાવા બાદ ચર્ચા તેજ

  • October 2, 2026
  • 6 views
Form 6 TCS Controversy: ચૂંટણી પંચ, Form 6, ECINET અને TCSને લઈને 14 સવાલ, રાહુલ ગાંધીના દાવા બાદ ચર્ચા તેજ

Mamata Banerjee Gyanesh Kumar: INDIA ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીનો જ્ઞાનેશ કુમાર પર હુમલો, ‘વેનિશ કુમાર’ કહી રાજીનામું માંગ્યું

  • October 1, 2026
  • 7 views
Mamata Banerjee Gyanesh Kumar: INDIA ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીનો જ્ઞાનેશ કુમાર પર હુમલો, ‘વેનિશ કુમાર’ કહી રાજીનામું માંગ્યું

RSS Nationwide NRC Demand: SIR વિવાદ વચ્ચે RSSની દેશવ્યાપી NRCની માંગ, નાગરિકતા અને જનસંખ્યાના સવાલો ફરી ચર્ચામાં

  • October 1, 2026
  • 5 views
RSS Nationwide NRC Demand: SIR વિવાદ વચ્ચે RSSની દેશવ્યાપી NRCની માંગ, નાગરિકતા અને જનસંખ્યાના સવાલો ફરી ચર્ચામાં