
Cough syrup case: ભારતમાં ઝેરી કફ પીવાથી 25 બાળકોના મોત થવાની ઘટનાથી વિશ્વભરમાં તેના પડઘા પડ્યા છે અને WHOએ આ મામલે ભારત સરકાર પાસે જવાબ માંગતા હવે વિશ્વમાં દેશની દવા ઉપરની પ્રતિષ્ઠા ખરડાતા સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સિરપ ઉત્પાદકોની યાદી માંગી તપાસ શરૂ કરી છે જેમાં ગુણવત્તા અને સલામતી ચકાસવાનું શરૂ કરી તેનો રિપોર્ટ CDSCOદ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને આપી જાણ કરી કે ત્રણ સીરપ,કોલ્ડ્રિફ, રેસ્પિફ્રેશ-ટીઆર અને રિલાઇફના ઉત્પાદન અને વેચાણ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ તમામ રાજ્યોને કાચા માલ અને તૈયાર દવાઓનું ઉત્પાદન કરતા પહેલા તેનું પરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દરેક બેચનું યોગ્ય રીતે પરીક્ષણ કરતી નથી, જેના પરિણામે ગુણવત્તા નબળી પડે છે.
લેબ પરીક્ષણોમાં એ પણ ચોંકાવનારી વાત સામે આવી છે કે સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવાં ઝેરી કેમિકલની હાજરી નિર્ધારિત ધોરણ કરતાં 486 ગણી વધુ હતી,આ માત્રા માત્ર બાળક માટે ઘાતક નથી, પણ એ હાથી જેવા મોટા પ્રાણીની કિડની અને મગજને પણ ખતમ કરી શકે તેટલી વધુ હોવાની વાતો સપાટી ઉપર આવતા ભારે સનસનાટી મચી છે.
તપાસ અહેવાલ મુજબ,શ્રીસન ફાર્મા કંપનીએ 25 માર્ચ, 2025ના રોજ ચેન્નઈમાં સનરાઇઝ બાયોટેક પાસેથી પ્રોપિલિન ગ્લાયકોલ ખરીદ્યું હતું, જોકે એ નોન-ફાર્માસ્યુટિકલ ગ્રેડનું હતું, એટલે કે એ દવાના ઉત્પાદન માટે યોગ્ય નહોતું. આમ છતાં કંપનીએ ન તો એની શુદ્ધતા ચકાસી કે ન તો એમાં ડાયએથિલિન ગ્લાયકોલ અથવા એથિલિન ગ્લાયકોલની માત્રાનું પરીક્ષણ કર્યું અને બાળકોના જીવ ગયા છે.ચેન્નઈમાં ચેન્નઈ-બેંગલુરુ હાઇવે પર રંગનાથનનું 2,000 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું હતું,
ગુજરાતમાં પણ બે કંપનીઓમાં ઝેરી કફ સિરપ પકડાતા હાલ કંપની સીલ કરી બજારમાં ગયેલો બધો સ્ટોક પરત ખેંચાઈ રહ્યો છે.
હવે, કફ સિરપ કાંડ મામલે સરકાર શુ કડક પગલાં ભરશે તેતો સમય જ બતાવશે કારણ કે નોટિસો અને સામાન્ય કાર્યવાહીમાં કાનૂની છીંડા શોધી જવાબદારો છૂટી જાય છે અને થોડા જ સમયમાં ફરી મોતના તાંડવનો ખેલ શરૂ થાય છે અગાઉ આફ્રિકા સહિતના દેશોમાં પણ ભારતીય કફ સિરપ પીવાથી અનેક બાળકોના મોત થયા હતા અને જુદા જુદા કિસ્સામાં તેનો કુલ મૃત્યુ આંક 300 જેટલો થયો હોવાછતાં સરકારે તેને ગંભીરતાથી નહિ લેતા ફરી ઝેરી સિપકાંડ સર્જાયું છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ખુલાસો માંગ્યો છે ત્યારે હવે સરકાર તપાસના ઉધામા મારી પ્રતિબંધ સહિતની કાર્યવાહી ચાલુ હોવાનો રિપોર્ટ આપી દીધો છે.
આ પણ વાંચો:
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”







